પાટીદારોએ ક્યા પક્ષને મત આપવા જોઈએ ? હાર્દિકે શું કરી કોમેન્ટઃ અમિત શાહ, રૂપાણી, આનંદીબેન વિશે શું બોલ્યો હાર્દિક?
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં હાર્દિકે કહ્યુ હતુ કે, ગુજરાતમાં શાસન વ્યવસ્શા નલીયા, માંડવી, સાણંદ જેવા બનાવો બન્યા જ ન હોત. હાર્દિકે કહ્યું કે હું વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી ગણતો જ નથી કેમ કે વિજયભાઈ રૂપાણી અમિત શાહના પ્યાદા છે, અમિત શાહ કહે તેમ વિજયભાઈ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ પણ માત્ર રબ્બર સ્ટેમ્પ જ હતા, દિલ્હીથી જે કંઈ આદેશ આવે તેનું પાલન કરતા હતા. હાર્દિકે પાસની રણનીતિ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરી પણ થોભો અને રાહ જુઓ એવી કોમેન્ટ કરી હતી.
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે, ગુજરાત આઠ મહિનાથી મુખ્યમંત્રી વગરનું છે અને ગુજરાતમાં છેલ્લા ૮ મહિનાથી શાસન વ્યવસ્થા જ નથી. વિજય રૂપાણી પ્રવકતા જેવા છે અને અમિત શાહના પ્યાદા તરીકે સક્રીય છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમાજના કલ્યાણ માટે સક્રિય થવું અવાજ ઉઠાવવો એ ગુન્હો હોય તો હું ગુન્હેગાર છું. આવા ગુન્હામાં મને જેલસજા થઇ હતી. ૯ મહિનાની જેલયાત્રાથી હું ઘણું શીખ્યો છું. જેલે મારી સમજમાં વધારો કર્યો છે. મેં જેલમાં ભગતસિંહનું પુસ્તક વાંચીને મારો જુસ્સો વધાર્યો છે.
તમે ભાજપનો વિરોધ કરો છો, તો પાટીદારો કયા પક્ષને મત આપે અને પાટીદારોને વિકલ્પ શું આપશો ? આ પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, અમે કોઇ પક્ષની તરફેણ કરી નથી. પાટીદારો તેની સમજ પ્રમાણે જ વર્તશે. તમારી દૃષ્ટિએ ભારતનો શ્રેષ્ઠ રાજકીય પક્ષ કયો? આ પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, કોઇ પક્ષ શ્રેષ્ઠ નથી.
હાર્દિક પટેલે કહ્યું હતુ કે, ગુજરાતમાં યુવાનો રોજગારી માંગે તો તેના પર લાઠીચાર્જ થાય છે. ખેડૂતો આત્મહત્યા કરે છે અને અધિકાર માંગવા જાય તો લાઠી ખાવી પડે છે. મહિલાઓ પર દુષ્કર્મ થાય છે. લોકોમાં આક્રોશ છે, પણ સરકાર બધું દબાવી દેવા સક્રીય છે. પ્રશ્નો ઉકેલવાનું વિચારતી જ નથી. આવી સરકારો સામે લડત આપવી જ પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -