રાજકોટઃ પ્રોફેસરે ગર્લફ્રેન્ડને લઈ આવ્યો ઘરમાં ને પત્નીને કાઢી મૂકી, પત્ની પહોંચી CMના ઘરે
રાજકોટ: ક્રાઇસ્ટ કોલેજના પ્રોફેસર સામે તેની જ પત્નીએ પોતાને ઘરમાંથી કાઢી મુકી હોવાનું જણાવી ઘર બહાર ધરણા પર બેસી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિણીતાએ પતિ લફરાબાજ હોવાનો અને રંગરેલિયા મનાવવા માટે પોતાને ઘરમાથી કાઢી મુકી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરિણીતા પૂનમબેનનો આક્ષેપ કર્યો હતો કે, રંગીન મિજાજી પતિ રક્ષિત રૈયાણી યુવતીઓને ફસાવતો રહે છે અને નવી એક યુવતીને ફસાવતા પોતાને ઘરમાંથી કાઢી મુકી છે. અમીનમાર્ગ પર આવેલા સિલ્વર પાર્ક પાસે રહેતા પૂનમબેન રક્ષિત રૈયાણી (ઉ.વ.29) ગત સોમવારે સવારે પોતાના ઘર બહાર ધરણાં પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિ હાલમાં જે યુવતિને ઘરે લાવ્યો છે એ યુવતી અગાઉ પતિ સાથે સત્સંગમાં આવતી હતી. પોતાને થયેલા અન્યાય સામે લડત શરૂ કરતાં અન્ય સત્સંગી મહિલાઓ પણ તેને સાથે આપી રહી છે. પૂનમબેને કહ્યું હતું કે ગઇકાલે પોતે પતિ-સાસરિયાના ઘરે આવતાં ઘરમાં ન જવા દેતાં ઘર બહાર ધરણા શરૂ કર્યા હતાં.
પૂનમબેને સસરા વિરૂધ્ધ પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં અને સાસુ હીનાબેન તેમજ નણંદ કિંજલ પણ હેરાન કરતાં હોવાનું કહ્યું હતું. પૂનમબેને એવો આક્ષેપ પણ કર્યો હતો કે પતિએ હાલમાં પણ એક યુવતિને સર્વિસ કોન્ટ્રાકટથી કામ કાજ માટે ઘરે રાખી છે. એ આવ્યાના થોડા દિવસ પછી પોતાને છુટાછેડાની નોટીસ આપી હતી અને માર મારીને કાઢી મુકતાં મહિલા પોલીસમાં અરજી આપી હતી.
પૂનમબેને જણાવ્યું હતું કે પતિ રક્ષિતના પોતાની સાથે બીજા લગ્ન છે. અગાઉની પત્ની સાથે વર્ષ ૨૦૧૦માં છુટાછેડા થઇ ગયા હતાં. જેના થકી બાર વર્ષનો એક પુત્ર છે. સાતેક વર્ષ પહેલા પોતાના અને રક્ષિતના આર્યસમાજ વિધીથી લગ્ન થયા છે. જો કે લગ્નના બીજા જ દિવસથી પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું અને મારકુટ કરી હતી. ફરવા જતાં ત્યાં પણ મારકુટ કરી લેતો હતો.
સોમવારે સવારે ફરી પૂનમબેન સાથે પતિએ ઝઘડો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જો કે વહેલી સવારે વિફરેલી પત્ની રાજકોટ સ્થિતિ વિજય રૂપાણીના ઘરે પહોંચી હતી, ત્યાં ઘર બંધ હતું પરંતુ મહિલા પોલીસે તેની અટકાયત કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી હર્ષદપુરની દિક્ષીતા નામની યુવતીને ફસાવી હતી અને કેટલાક દિવસોથી દિક્ષિતાને પોતાની સાથે રાખી છે. એક મહિના પૂર્વે પૂનમબેનને તેના પિયર નવા થોરાળા વિસ્તારમાં મૂકી આવ્યા બાદ પતિ રક્ષિતે નોટિસ મોકલી હતી અને છુટાછેડા આપવા કહ્યું હતું. છુટાછેડાની નોટિસ મળતાં પૂનમબેન પોતાના ઘેર પહોંચ્યા ત્યારે પતિ રક્ષિત અને તેની ફ્રેન્ડ ગાયબ હતા.
પૂનમબેનો આક્ષેપ છે કે, રક્ષિતે સૌપ્રથમ પાયલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, તેની સામે કોર્ટ કેસ કર્યો હતો અને કેસ ચાલતો હતો ત્યારે રૂપા નામની યુવતી સાથ મૈત્રી કરાર કર્યા હતા અને સગાઇ કરી હતી. બાદમાં તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ પૂનમબેન સાથે આર્યસમાજમાં લગ્ન કર્યા હતા.
આખી રાત ધરણા કર્યા બાદ બીજા દિવસે આ લેઉવા પટેલ મહિલા અન્ય મદદગાર મહિલાઓને સાથે રાખી મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને રજૂઆત કરવા પહોંચી ગયા હતાં. ભદ્ર સમાજમાં બનેલી આ ઘટનાની તસ્વીરો ગઇકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -