2019માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે આ બે ભારતીય ક્રિકેટર!
ધોનીની વાત કરીએ તો ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને બે વખત વર્લ્ડકપ અપાવ્યા છે. બીજી બાજુ ગંભીર પણ આ વિશ્વવિજેતા ટીમનો ભાગ હતો. હાલમાં ગંભીર દિલ્હીની ટીમ તરફતી રમી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંડે ગાર્ડિયનના અહેવાલ અનુસાર ભાજપ નવી દિલ્હીની લોકસભા સીટ પરથી મિનાશ્રી લેખીના બદલે ગૌતમ ગંભીરને ટિકિટ આપી શકે છે. પક્ષને એવી જાણકારી મળી છે કે લેખીના કામથી તેમના સંસદિય વિસ્તારના લોકો ખુશ નથી. ગૌતમ ગંભીર ક્રિકેટ ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ ભાગ લઈ રહ્યા છે.
અહેવાલ અનુસાર ભાજપ આ બન્ને ક્રિકેટરની લોકપ્રિયતાનો લાભ લેવા માગે છે અને દેશભરમાં પ્રચાર માટેની યોજના ઘડી રહ્યા છે. આ બન્ને ખેલાડીઓનું ક્રિકેટમાં ખૂબ સારું અને અસાધારણ યોગદાન રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીરને આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમા ભાજપ તરફતી ટિકિટ મળી શકે છે. ગૌતમ ગંભીર દિલ્હીની કોઈ એક લોકસભા સીટ પરથી તો ધોની ઝારખંડથી ચૂંટણી લડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -