ઈએસપીએનના અહેવાલ અનુસાર તેમણે આ રજૂઆત મેમાં કરી હતી. તેના 24 કલાક પહેલા દક્ષિણ આફ્રિકાના સિલેક્ટર્સે વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
કહેવાય છે કે, ડિવિલિયર્સે દક્ષીણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, મુખ્ય કોટ ઓટિસ ગિબ્સન અને સિલેક્ટર્સના સંયોજક લિંડા જોંડીનો સંપર્ક કર્યો હતો, તેમણે પોતાની નિવૃત્તિ રદ્દ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે હવે એ શક્ય નથી.