મેચ જીતવાનાથી સાથે જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં જીત મેળવનારો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. આ ઉપરાંત કેપ્ટનશિપ ડેબ્યૂ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ અને ફિફ્ટી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતાંની સાથે જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. અફઘાનિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત છે. ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન તેની પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ જીતી હોય તેવી બીજી ટીમ છે. 2018માં ડેબ્યૂ ટેસ્ટમાં અફઘાનિસ્તાન ભારત સામે 1 ઈનિંગ અને 262 રનથી હાર્યું હતું. 2019માં આયર્લેન્ડને 7 વિકેટથી હાર આપી અફઘાનિસ્તાને ટેસ્ટ ક્રિકેટમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. જ્યારે આજે બાંગ્લાદેશને 224 રનથી હાર આપી બીજી ટેસ્ટ જીત મેળવી હતી.
અફઘાનિસ્તાન સામે 224 રનથી હારતા જ બાંગ્લાદેશના નામે નોંધાઈ ગયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
અફઘાનિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું કારનામું, બાંગ્લાદેશને 224 રનથી આપી હાર