દેહરાદૂનઃ અફઘાનિસ્તાને આયર્લેન્ડનો ત્રણ મેચની T20 સીરિઝમાં વ્હાઇટ વોશ કર્યો હતો. રવિવારે રમાયેલી અંતિમ મેચમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 35 રને હાર આપી હતી. અફઘાનિસ્તાનની જીતનો હીરો રાશિદ ખાન હતો. રાશિદે આ મેચમાં એક વર્લ્ડરેકોર્ડ તેના નામે નોંધાવ્યો હતો.

રાશિદ ખાને હેટ્રિક લેવાની સાથે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. રાશિદ ખાને 16મી ઓવરમાં છેલ્લા બોલ પર કેવિન ઓ બ્રાયનને આઉટ કર્યો હતો. જે બાદ 18મી ઓવરના પ્રથમ બોલ પર જ્યોર્જ ડોકરેલ, બીજા બોલ પર શેન ગેટકટે અને ત્રીજી બોલ પર સિમી સિંહની વિકેટ લઈ સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લેવાનો કીર્તિમાન બનાવ્યો હતો.


મેચમાં રાશિદ ખાને 27 રન આપીને કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે રાશિદ T20માં હેટ્રિક લેનારો પ્રથમ સ્પિનર બની ગયો હતો.


વાંચોઃ INDvAUS: જરૂરી નથી કે બોલર અંતિમ ઓવરમાં મેચ જીતાડે, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ આપ્યું નિવેદન