એશિયા કપની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાન ના આવતા લોકો નિરાશ, જાણો હવે ક્યારે થશે ટક્કર
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -