ક્રિકેટર્સની સેલેરીમાં થશે વધારો! બોર્ડે કોહલી-ધોની સાથે કરી વાત
એમ પણ આધારપૂર્વક જાણવા મળ્યું હતું કે આવતા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડનારી ભારતની ટીમ ત્યાં બે અઠવાડિયા વહેલી પહોંચશે જેથી ખેલાડીઓ ત્યાંના હવામાન અને સ્થિતિનેઅનુકૂળ બની શકે. દક્ષિણ આફ્રિકા ખાતેના આગામી પ્રવાસ માટેની તૈયારીમાં અપૂરતા સમય માટે કોહલીની ફરિયાદના પગલે આ નિર્ણય લેવાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર્સની સેલેરી વધારવા મુદ્દે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ બોર્ડના અધિકારીઓ સામે રજૂઆત કરી હતી. ગુરુવારે સેલેરીના સાથોસાથ બિઝી શેડ્યૂલ પર પણ ચર્ચા માટે અધિકારીઓની સમિતિ (COA)એ કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સાથે મિટિંગ કરી. COAએ ખેલાડીઓની સેલેરી વધારવાની માંગણી સ્વીકારી લીધી છે. COAના પ્રમુખે પણ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે સંકેત આપ્યા છે.
ઉપરાંત, ઇલેવનની ટીમના દરેક ભારતીય ખેલાડીને ટેસ્ટ-દીઠ ૧૫ લાખ રૂપિયાની મૅચ-ફી મળે છે તેમ જ એક વન-ડે રમવાના ૬ લાખ રૂપિયા અને એક ટી-ટ્વેન્ટી રમવાના ૩ લાખ રૂપિયા પણ મળે છે. ઇલેવનની બહારના દરેક ખેલાડીને ઉપરોક્ત રકમનો અડધો ભાગ મળે છે.
અત્યાર સુધીના માળખા મુજબ ગ્રેડ ‘એ’ના પ્રત્યેક ખેલાડીને વર્ષે બે કરોડ રૂપિયાનો, ગ્રેડ ‘બી’ના દરેક પ્લેયરને એક કરોડ રૂપિયાનો અને ‘સી’ ગ્રેડના ખેલાડીને ૫૦ લાખ રૂપિયાનો પગાર મળે છે.
કોહલી અને ધોની COAના વડા વિનોદ રાય, ડાયના એદલજી તથા બીસીસીઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જોહરીને ગુરુવારે મળ્યા હતા. બે કલાકથી વધુ ચાલેલી બેઠક પછી રાયે પત્રકારોને જણાવ્યું હતું કે ખેલાડીઓને સીધી લાગેવળગે એવી બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેઓએ રમવાની રહેતી મેચોની સંખ્યા, ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ વગેરેનો સમાવેશ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -