ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે ફરિયાદ, જાણો ક્યા મહાન નેતા માટે કરી હતી અપમાનજનક ટીપ્પણી ? જાણો વિગત
આ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે તેની પત્ની હસીન જહાંએ કેસ કરતાં બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો. હવે હાર્દિક પંડ્યાના વિવાદથી તેને પણ કોન્ટ્રાક્ટમાંથી દૂર કરવા બીસીસીઆઈ પગલું ઉઠાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પંડ્યા હાલ આઇપીએલ 11ની તૈયારીમાં લાગી ગયો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 11 કરોડ રૂપિયાની જંગી રકમ આપીને રિટેન કર્યો છે.
હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતો રહે છે.
પંડ્યા સામે એફઆઇઆર નોંધવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડીઆર મેઘવાલે જણાવ્યું કે ક્રિકેટ ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડા મહિના પહેલા ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં બીઆર આંબેડકર માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બાદ હવે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા વિવાદોમાં ઘેરાયો છે. જોધપુરની એક કોર્ટે હાર્દિક પંડ્યા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ મામલો ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર સામે વિવાદિત ટિપ્પણી કરવા સંબંધિત છે.
મેઘવાલે કહ્યું કે, આ મામલે તેઓ પહેલા લુણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા ગયા હતા. પરંતુ ત્યાં એફઆઈઆર નોંધવાની ના પાડી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આટલા મોટા ક્રિકેટર સામે એફઆઈઆર નોંધી શકાય નહીં.
જે બાદ મેઘવાલે કોર્ટનો સહારો લીધો હતો. જેના પર કોર્ટે સુનાવણી કરીને હાર્દિક પંડ્યા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે હાર્દિક સામે કેસ ન દાખલ કરનારા લુણી પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર સિંહ સામે કેસ કરવાનો પણ આદેશ આપ્યો છે.
આ સંદર્ભમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે જોધપુરની કોર્ટમાં SC-ST એક્ટ અંતર્ગત સોગંધનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્ટે પંડ્યા પર એફઆઈ નોંધવાનો આદેશ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -