એલિસ્ટર કૂકે કર્યું કારનામું, ટેસ્ટ ક્રિકેટમાં મેળવી આ સિદ્ધિ
કુમાર સંગાકારાઃ શ્રીલંકાના વિકેટકિપર બેટ્સમેન કુમાર સંગાકારાએ 134 ટેસ્ટમાં 57.40ની એવરેજથી 12,400 રન નોંધાવ્યા છે. તેણે 38 સદી અને 52 ફિફ્ટી નોંધાવી છે. તેનો શ્રેષ્ઠ સ્કરો 319 રન રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન તેંડુલકરઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે 200 ટેસ્ટમાં 53.78ની સરેરાશથી 15,921 રન નોંધાવ્યા છે. તેમાં 51 સદી અને 68 અડધી સદીનો સમાવેશ થાય છે. સચિનનો સર્વોચ્ચ સ્કોર 248* છે. આ ઉપરાંત તેણે 46 વિકેટ પણ લીધી છે.
રિકી પોન્ટિંગઃ ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગે 168 ટેસ્ટમાં 51.85ની સરેરાશથી 41 સદીની મદદ વડે 13,378 રન નોંધાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 257 રન છે.
જેક કાલિસઃ સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર જેક કાલીસ ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન નોંધાવનારાની યાદીમાં ત્રીજા નંબરે છે. કાલીસે 166 ટેસ્ટમાં 55.37ની સરેરાશથી 13,289 રન બનાવવાની સાથે 292 વિકેટ પણ લીધી છે. તેનો શ્રેષ્ઠ સ્કરો 224 રન છે. જ્યારે બોલિંગમાં સર્વશ્રેષ્ઠ દેખાવ 54 રનમાં 6 વિકેટ છે.
રાહુલ દ્રવિડઃ ટીમ ઈન્ડિયામં ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 52.31ની એવરેજથી 13,288 રન નોંધાવ્યા છે. જેમાં 36 સદી અને 63 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 270 રન છે.
ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કૂકે સિડનીમાં રમાઇ રહેલી એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં 12,000 રન નોંધાવવાની સિદ્ધી મેળવી છે. ટેસ્ટમાં આ સિદ્ધી મેળવનારો તે ઇંગ્લેન્ડનો પ્રથમ અને ટેસ્ટ મેચ ઇતિહાસનો છઠ્ઠો ખેલાડી બન્યો છે. 152મી ટેસ્ટમાં કૂકે આ કારનામું કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવવાના મામલે ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે.
એલિસ્ટર કૂકઃ ઈંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કૂકે એશિઝ સીરિઝની સિડની ટેસ્ટની બીજી ઈનિંગ દરમિયાન 10 રન કરતાં જ 12,000 રન નોંધાવનારો છઠ્ઠો બેટ્સમેન બની ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -