મુંબઈઃ ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટી લાંબા સમયથી ચર્ચામાં છે. બંનેના રોમાંટિક સંબંધની ચર્ચા અવાર નવાર થતી રહી છે. કેએલ રાહુલે અથિયા શેટ્ટી સાથે ફોન બૂથમાં ઉભો હોય તેવો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અથિયા હસી રહી છે અને રાહુલે રિસીવર તેના કાન પર લગાવ્યું છે. આ ફોટાના કેપ્શનમાં રાહુલે લખ્યું, હેલો, દેવી પ્રસાદ.....?


અથિયાના પિતા સુનીલ શેટ્ટીની જાણીતી ફિલ્મ હેરા ફેરીનો આઇકોનિક ડાયલોગ છે. આ ફોટો પર સુનીલ શેટ્ટી અને તેના પુત્ર અહાન શેટ્ટીએ કમેંટ કરી છે. બંનેએ ફોટા પર લાફિંગ ઇમોજી સાથે રિએક્શ આપ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે અથિયાનનો પરિવાર રાહુલને પસંદ કરે છે.

મયંક અગ્રવાલે તસવીર પર કમેન્ટ કરીને લખ્યું, “રખ,ફોન રખ, બાબુભૈયા.” સુનીલ શેટ્ટી ઉપરાંત એક્ટર અર્જુન કપૂર, ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, શિખર ધવન અને મનદીપ સિંહ સહિત ઘણા લોકોએ કમેન્ટ કરી છે. ફેન્સને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેંચી શાનદાર તસવીર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત