મુકેશ અંબાણીના પુત્ર અનંતે IPLમાં મુંબઈ જીતે તો શું કરવાની રાખેલી બાધા? કઈ રીતે પૂરી કરી બાધા? જાણો વિગત
અનંત અંબાણી આશરે અડધો કલાક સિદ્ધિ વિનાયક મંદિરમાં રહ્યો હતો. એ દરમિયાન તેણે પોતે પણ પૂજા કરી હતી. અંબાણી પરિવાર ધાર્મિક છે અને સતત મંદિરોમાં જોવા મળે છે. આ પરિવારમાં અનંત સૌથી ધાર્મિક છે. આ પહેલાં પણ તે સોમનાથ, દ્વારકા અને શિરડી સાઇ બાબા મંદિરમાં પૂજા કરતો નજરે પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત અંબાણી અને આઈપીએલની ટ્રોફી સાથે પોલીસની એક ટુકડી પણ મંદિરમાં હાજર રખાઈ હતી કે જેથી કશું અનિચ્છનિય ના બને. અનંત અંબાણીએ થોડી વાર માટે ટ્રોફી ગણપતિ બપ્પાના ચરણોમાં રાખી હતી અને પોતે પ્રાર્થના પણ કરી હતી. મંદિરના પૂજારીઓએ ટ્રોફીને તિલક લગાવી અનંતને આશીર્વાદ આપ્યા હતા.
અંબાણીએ માનતા રાખી હતી કે આઇપીએલ ટ્રોફી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ જીતશે તો તે ગણપતિ બપ્પાના દરબારમાં ટ્રોફી લઇ આશીર્વાદ લેવા પહોચશે. મુંબઇ ઇન્ડિયન્સ ત્રીજી વખત આઇપીએલ ટ્રોફી જીત્યું છે ત્યારે અનંત અંબાણી ચાલતો ગણપતિ બપ્પાના દરબારમાં ટ્રોફી સાથે પહોંચી ગયો હતો અને આશિર્વાદ લીધા હતા.
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પોતાની ટીમ ફાઇનલ જીતીને ચેમ્પિયન બને તો વિનિંગ ટ્રોફી લઇ સિધ્ધિ વિનાયક મંદિરે જવાની બાધા રાખી હતી. મુંબઈ ચેમ્પિયન નતાં અનંત અંબાણી સોમવારે ગણપતિ બાપાના આશીર્વાદ લેવા પહોચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -