વેસ્ટ ઇન્ડિઝના આ આક્રમક ખેલાડીને IPL ફળી, દોઢ વર્ષ બાદ ટીમમાં થઈ વાપસી
રસેલ ઉપરાંત એશ્લે નર્સ, ક્રિસ ગેલ, એવિન લુઇસ અને માર્લોન સેમુઅલ્સનો પણ 13 સભ્યની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓ પાકિસ્તાન સામે રમાયેલી ટી-20 સીરિઝમાં નહોતા રમ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરસેલે વેસ્ટ ઇન્ડિઝ માટે આખરી મેચ ઓગસ્ટ 2016માં રમી હતી. જે બાદ વિશ્વ ડોપિંગ એજન્સીએ તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝની આગામી મહિને રેસ્ટ ઇલેવન સામે રમાનારી ચેરીટી ટી-20 મેચમાં વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ દ્વારા ડોપિંગ ઉલ્લંઘન બાદ પ્રતિબંધ લગાવામાં આવ્યા પછી જમૈકા નિવાસી રસેલની આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં વાપસી થશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રમીમિયર લીગની 11મી સીઝનમાં બોલ અને બેટ દ્વારા કોલકાતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહેલા આંદ્રે રસેલ માટે સારા સમાચાર છે. રસેલનો આશરે દોઢ વર્ષ બાદ વેસ્ટ ઇન્ડિઝની રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ચેરિટી મેચ 31 મેના રોજ લોર્ડસમાં રમાશે. જેનો હેતુ એંગ્લુઈલાના જેમ્સ રોલેડ વેબસ્ટર પાર્ક અને ડોમિનિસિયાને વિસ્ડંર પાર્ક સ્ટેડિયમના પુનઃનિર્માણ માટે ફંડ એકત્ર કરવાનો છે. આ મેદાન ઇરમા અને મારિયા નામના વાવાઝોડાના કારણે ક્ષતિગ્રસ્ત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -