વેસ્ટઇન્ડીઝ પ્રવાસ સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહેશે અનિલ કુંબલે, વિરાટ કોહલીને કહેવામાં આવ્યું- એડજસ્ટ કરો
એક ઉચ્ચ સ્તરીય સૂત્રએ જણાવ્યું કે, સીએસીએ કુંબલે વર વિચાર કરવા માટે થોડો સમય માગ્યો છે. કમિટીએ એ પણ કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેમને નિંદાત્મક રીતે હટાવવા ન જોઈએ. તે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે જશે. સૂત્ર અનુસાર આ એક નાનો પ્રવાસ છે અને ત્યાં આવી કોઈ મુશ્કેલી નહીં થાય. કોહલીને થોડા વધુ દિવસ સુધી એડજસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે સીએસી કોચ પદ માટે અરજી કરનાર અન્યના ઇન્ટરવ્યૂ ક્યારે લેશે. 20 જૂનના રોજ ટીમ ઇન્ડિયા લંડથી વેસ્ટઇન્ડીઝ માટે નીકળશે અને 10 જુલાઈએ પરત ફરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણામ પણ ભારતીય કોચની તરફેણમાં છે, કારણ કે વિતેલા વર્ષે આ જ કમિટીએ તેમની પસંદગી કરી હતી. ગુરુવારની રાતે સીએસી અને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી સાથે લંડનની એક હોટલમાં 2 કલાક સુધી મુલાકાત થઈ. મોડી રાત તેમણે બોર્ડને કહ્યું કે તેમને આ મામલે વિચારવા માટે થોડો સમય જોઈએ છે. એ પણ કહેવાય છે કે, સીએસીના સભ્યોએ કુંબલે અને કોહલી સાથે અલગ અલગ આ મુદ્દે વાતચીત કરી છે.
લંડનઃ પૂર્વ બોલર અનિલ કુંબલે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ સુધી ભારતી ટીમના કોચ રહેશે. ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી)એ ભારતીય ક્રિકેટ બોર્ડને આ મુદ્દે સમાધાન માટે થોડો સમય માગ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સીએસી (જેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે) માટે અંતિમ સમયમાં નોટિસ આપીને હટાવવા શક્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -