Asian Wrestling Championships News: ભારતીય કુસ્તીબાજ અંશુ મલિક અને રાધિકાએ શુક્રવારે એશિયન કુસ્તી ચેમ્પીયનશિપ 2022માં પોત પોતાના 57 કિગ્રા અને 65 કિગ્રામ વર્ગની રમતોમાં સિલ્વર મેડલ જીતી લીધો.આ ઉપરાંત મનિષાએ 62 કિગ્રા વર્ગની રમતોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો. આ તમામને શાનદાર પ્રદર્શન કરીને દેશનુ નામ રોશન કર્યુ છે. પહેલવાન અંશુ મલિકે બેસ્ટ પ્રદર્શન કરતા ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેને ત્સુગુમમી સકુરાઇથી 0-4થી હારનો સામનો કરવો પડ્યો, અે ગૉલ્ડ મેડલથી ચૂકી ગઇ. 


અંશુ મલિકે એશિયન ચેમ્પીયનશિપ 57 કિગ્રા કુસ્તી સ્પર્ધાની 2021 એડિશનમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો, શુક્રવારે તે ગયા વર્ષના પ્રદર્શનને પુનરાવર્તિત ના કરી શકી, અને ડિફેન્ડિંગ ચેમ્પીયનને જાપાનની પહેલવાને હાર આપી. જાપાની પહેલવાન સકુરાઇએ સારુ પ્રદર્શન કર્યુ અને ગેમના છેલ્લે સુધી 4-0 ની લીડ બનાવી, મલિક ગેમમાં વાપસી ના કરી શકી. 


મલિકે ઉપરાંત બીજી પહેલવાન રાધિકાએ 65 કિગ્રા વર્ગમાં પોતાની ચાર મેચોમાંથી ત્રણ જીતીને ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે એકમાત્ર મેચ જાપાનની મિયા મોરીકાવા વિરુદ્ધ હારી ગઇ, વળી મનિષાએ 62 કિગ્રા વર્ગમાં દક્ષિણ કોરિયાની હેનબિટ લીને 4-2થી હારીને બ્રૉન્ઝ જીત્યો, આ પહેલા સરિતા મોર અને સુષમા શૌકીને એશિયન કુસ્તી ચેમ્પીયનશીપ 2022માં પોતપોતાની મહિલા ફ્રીસ્ટાઇલ વજન કેટેગરીમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. શનિવારે ટોક્યો ઓલિમ્પિક પદક વિજેતા રવિ કુમાર દહિયા અને બજરંગ પુનિયા સહિત ભારતીય પુરુષ પ્રી સ્ટાઇલ પહેલવાનો રમતોમા ભાગ લેશે.  


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક