ડેબ્યૂ મેચમાં જ આ સ્ટાર ક્રિકેટરના પુત્રએ કર્યો કમાલ, શ્રીલંકાના આ ખેલાડીને કર્યો બૉલ્ડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય અંડર-19ની ટીમ શ્રીલંકાના પ્રવાસે બે ચાર દિવસીય મેચ બાદ પાંચ વનડે મેચોની સીરીઝ પણ રમશે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતીય ટીમે પોતાની શાનદાર બૉલિંગથી શ્રીલંકાને પહેલી જ દિવસે 244 રનો પર ઓલઆઉટ કરી દીધુ હતું. શ્રીલંકાના આ સ્કૉરના જવાબમાં બેટિંગ કરતાં ભારતે પહેલા દિવસની રમત પુરી થતાં એક વિકેટના નુકશાન પર 92 રન બનાવી લીધા છે.
શ્રીલંકના વિરુદ્ધ આ ચાર દિવસીય ટેસ્ટ મેચમાં અર્જૂન તેંદુલકરે પહેલી ઇન્ટરનેશલ વિકેટ મેળવી લીધી છે. અર્જૂન તેંદુલકરે આ મેચમાં ત્રીજી જ ઓવરમાં કામિલ મિશારાને પોતાની સ્વિંગ કરતા બૉલ પર એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. અર્જૂને આ મેચમાં 11ની બૉલિંમાં 33 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
અર્જૂન ઉપરાંત હર્ષ ત્યાગી અને આયુશ બદોશીએ 4-4 વિકેટ પોતાના નામે કરી હતી, 18 વર્ષના અર્જૂને પહેલી ઇન્ટરનેશનલ વિકેટ પર પિતા સચિન તેંદુલકરનું અત્યાર સુધી કોઇ રિએક્શન નથી આવ્યું. અર્જૂન ફાસ્ટ બૉલિગની સાથે શાનદાર બેટિંગ પણ કરે છે.
નવી દિલ્હીઃ સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકરના સિલેક્શનને લઇને શરૂઆતથી જ થોડો વિવાદ રહ્યો છે. પણ શ્રીલંકા વિરુદ્ધ અર્જૂને આ વાતને ખોટી સાબિત કરતાં કોલંબોમાં યૂથ ટેસ્ટ મેચ દરમિયાન પોતાની પહેલી ઇન્ટરનેશનલ વિકેટ લીધી, ભારતની અંડર-19 ટીમ શ્રીલંકા પ્રવાસે છે. અર્જૂન તેંદુલકરને ભારતીય અંડર-19 ટીમમાં એક ઓલરાઇન્ડર તરીકે પર જગ્યા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -