એશિયા કપઃ અફઘાનિસ્તાન સામે કેપ્ટનશિપ કરતાં જ ધોનીએ બનાવી દીધો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગત
દુબઈઃ એશિયા કપના પાંચમા મુકાબલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની 696 દિવસ બાદ ફરી એક વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ધોની 200મી વખત વનડે મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4 જાન્યુઆરી, 2017ના રોજ ધોનીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ત્યારે તેના ફેન્સે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તે ફરી કેપ્ટનશિપ કરશે. પરંતુ આજે ફરી એક વખત ધોનીને ફેન્સને કેપ્ટન તરીકે 200મી મેચમાં રમતો જોવાનો મોકો મળ્યો છે.
ધોનીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે રમેલી 199 વનડેમાંથી 110માં વિજય અને 84માં હાર થઈ છે.
ટોસ માટે મેદાનમાં ઉતરતાં જ ધોની 200 કે તેથી વધુ વનડેમાં ટીમનું નેતૃત્વ કરનારો વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ 230 વનડેમાં કેપ્ટનશિપ સાથે પ્રથમ અને ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ 218 વનડેમાં કેપ્ટનશિપ સાથે બીજા નંબર પર છે. ધોની આ રેકોર્ડ બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન છે.
ટોસ બાદ ધોનીએ કહ્યું, મેં 199 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે અને મને આ મેચ 200 સુધી પહોંચવાનો મોકો આપે છે. આ બધી કિસ્મતની વાત છે અને હું હંમેશા તેના પર જ વિશ્વાસ રાખું છું. 200 મેચ પૂરી કરીને સારું લાગી રહ્યું છે પરંતુ મારા માટે આ મહત્વનું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -