એશિયા કપઃ હોંગકોંગની ભારત સામે 26 રનથી સંઘર્ષમય હાર, ખલીલ અહમદની 3 વિકેટ
દુબઈઃ ભારતે હોંગકોંગને મેચ જીતવા આપેલા 286 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 50 ઓવરમાં 8 વિકટના નુકસાન પર 259 રન બનાવી શકી હતી. જેના કારણે ભારતનો 26 રને વિજય થયો હતો. હોંગકોંગના ઓપનરોએ મક્કમ શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે વિક્રમજનક 174 રનની ભાગીદારી નોંધાવી હતી. હોંગકોંગ વતી નિઝામત ખાને 92 અને કેપ્ટન અંશુમન રાથે 73 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રથમ વનડે રમતાં ખલીલ અહમદ અને ચહલે 3-3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા એશિયા કપના ચોથા મુકાબલામાં હોંગકોંગે ભારત સામે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ મક્કમ શરૂઆત કરી હતી. ધવન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 23 રન બનાવી એહસાન ખાનની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ શિખર ધવન અને અંબાતી રાયડુએ બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. રાયડુ 60 રન બનાવી બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. શિખર ધવન 127 રન બનાવી ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ધવને 105મી ઈનિંગમાં 14મી સદી ફટકારી હતી. જે બાદ ધોની ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને દિનેશ કાર્તિક પણ 33 રન બનાવી આઉટ થયો હતો.
એશિયા કપના ચોથા મુકાબલામાં ભારતે હોંગકોંગને મેચ જીતવા 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 117 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂએ 60 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગ તરફથી કેડી શાહે 3 વિકેટ ઝડપી હતી. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ભારતે અંતિમ 10 ઓવરમાં ભારતે માત્ર 45 રન જ કર્યા હતા અને 5 વિકેટ પણ ગુમાવી હતી.
ટોસ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હોંગકોંગના કેપ્ટન
- - - - - - - - - Advertisement - - - - - - - - -