એશિયા કપઃ ભારતીય ફેન્સે ક્યા પાકિસ્તાની ક્રિકેટરને જીજુ....જીજુ કહીને બોલાવ્યો, જાણો
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. આ કારણે ફેન્સ તેને જીજુ....જીજુ કહીને બોલાવતા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોએબ મલિકે ભારત સામે 78 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે પાકિસ્તાનની ટીમ 237 રનનો સ્કોર બનાવી શકી હતી.
દુબઈઃ રવિવારે રાતે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી કારમી હાર આપી હતી. ભારતની બેટિંગ દરમિયાન પાકિસ્તાનનો સૌથી અનુભવી ખેલાડી શોએબ મલિક બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે ભારતીય ફેન્સ“જીજુ….જીજુ…” કહીને બૂમો પાડતા હતા.
અફઘાનિસ્તાન સામેની સંઘર્ષપૂર્ણ મેચમાં શોએબ મલિકે મહત્વપૂર્ણ ઈનિંગ રમીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
શોએબ મલિકનાં કાનમાં જેવો જ ભારતીય ફેન્સનો અવાજ પડ્યો, તેણે તરત આનો રિસ્પોન્સ આપ્યો હતો. તેણે ભારતીય ફેન્સ તરફ પાછળ ફરીને જોયું અને હાથ હલાવ્યો હતો. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -