એશિયા કપમાં આ 4 ખેલાડીઓ વચ્ચે જામી છે 'મેન ઓફ ધ સીરીઝ' બનવાની ટક્કર, જાણો કોણ છે આગળ
નવી દિલ્હીઃ આજે એશિયા કપ 2018ની ફાઇનલ મેચ છે. ભારત અને બાંગ્લાદેશ ટાઇટલ જંગ માટે આમને સામને ટકરાશે. ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે પાકિસ્તાને કરો યા મરોનાં જંગમાં પાકિસ્તાનને માત આપીને ફાઇનલની ટિકીટ મેળવી હતી. આજની મેચ બાદ મેન ઓફ ધ સીરીઝની જાહેરાત થશે. આ ટાઇટલ માટે ચાર ખેલાડીઓ દાવેદારી કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભલે આફઘાનિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી ફેંકાઇ ગઇ હોય પણ રાશિદ ખાને ગજબનું પ્રદર્શન કર્યું છે. રાશિદ ખાને 4 મેચોમાં 8 વિકેટ લઇને સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. સાથે અત્યાર સુધીનો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી પણ છે. આ ઉપરાંત આ દાવેદારીમાં મુજીબ ઉર રહેમાન, જસપ્રીત બુમરાહ અને શાકિબ અલ હસન પણ આવી શકે છે. આ ત્રણેયના નામે 7-7 વિકેટો છે.
આ લિસ્ટમાં આફઘાનિસ્તાનના હશમતુલ્લાહ શાહિદી પણ છે, પણ તેની ટીમનો સફર ટૂર્નામેન્ટમાં પુરો થઇ ગયો છે, એટલે દાવેદારી થોડી ઓછી છે. શાહિદીએ વિસ્ફોટક બેટિંગ કરતાં 4 મેચોમાં 263 રન બનાવ્યા છે.
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ આ મામલે શિખરને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. રોહિતે પણ 4 મેચ રમી છે, જેમાં તેને 269 રન બનાવ્યા છે. રોહિતે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. હવે ફાઇનલમાં રોહિત પર પણ બધાની નજર રહેશે.
આ લિસ્ટમાં ભારતીય ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવન ટૉપ પર છે. ટૂર્નામેન્ટમાં શિખર ધવને શાનદાર પ્રદર્શન કરતાં 4 મેચોમાં 71.75ની એવરેજથી 327 રન બનાવ્યા છે. તેને 41 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -