India vs Indonesia, Asia Cup Hockey 2022: આજે હોકી એશિયા કપમાં ભારત અને ઈંડોનેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય હોકી ટીમે ઈંડોનેશિયાને 16-0 થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય હોકી ટીમે એશિયા કપમાં સુપર 4માં ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઈંડિયાએ આ મેચમાં રેકોર્ડ જીત મેળવી છે. તો બીજી તરફ પાકિસ્તાની હોકી ટીમ આ ટૂર્નામેન્ટમાંતી બહાર થઈ ગઈ છે. આ મુકાબલામાં ભારતીય ખેલાડી પવન રાજભરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હોકી મેચ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે અન્ય એક મેચમાં ભારતીય હોકી ટીમે જાપાનને 2-5થી હરાવ્યું હતું.


ભારત અને ઈંડોનેશિયા વચ્ચે રમાયેલી આજની રમત ઘણી દિલચસ્પ રહી હતી જેમાં ભારતે ઈંડોનેશિયાને એક પણ ગોલ કરવા નહોતો દીધો. ભારતે બીજું ક્વાર્ટર પુરુ થાય ત્યાં સુધીમાં 6-0ની લીડ મેળવી લીધી હતી. ત્યાર બાદ ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ધમાકેદાર પ્રદર્શન કરીને 16-0થી મેચ જીતી લીધી હતી.


હોકી વર્લ્ડકપ 2023 માટે ભારતે ક્વોલિફાય કર્યુંઃ
આ મેચની મોટી અસર હોકી વર્લ્ડકપ 2023 પર થવાની છે. અહીં મોટા માર્જિનથી જીતનારી ટીમ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની હતી. તેથી ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતની સાથે જાપાન, કોરિયા અને મલેશિયાએ પણ વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું છે. પરંતુ પાકિસ્તાન બહાર થઈ ગયું છે.