એશિયા કપઃ કુલદીપ યાદવે હોંગકોંગ સામે બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
ભારતીય સ્પિનર તરીકે સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ કુલદીપે બનાવ્યો હતો. કુલદીપ યાદવે 50 વિકેટ લેવા માટે માત્ર 24 મેચ રમી હતી. જયારે પહેલા આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો. મિશ્રાએ 32 વનડેમાં આ સિદ્ધી મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત વિશ્વમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો સંયુક્ત ત્રીજો બોલર બન્યો. તેની સાથે આ લિસ્ટમાં સંયુક્ત રીતે ડેનિસ લીલી અને પાકિસ્તાનનો વર્તમાન ફાસ્ટ બોલર હસન અલી છે. શ્રીલંકાનો અજંતા મેંડિસ આ લિસ્ટમાં ટોપ પર છે. તેણે 19 મેચમાં જ 50 વન ડે વિકેટ પૂરી કરી લીધી હતી.
કુલદીપ યાદવે આ મેચમાં વનડે ક્રિકેટમાં તેની 50 વિકેટ પણ પૂરી કરી અને આ દરમિયાને તેણે ખાસ રેકોર્ડ પણ બનાવ્યા. વનડેમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો પ્રથમ ડાબોડી સ્પિનર બન્યો હતો. આ ઉપરાંત વન ડેમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર પણ બન્યો હતો. હાલ આ રેકોર્ડ અજીત અગરકરના નામે છે. તેણે 23 વનડેમાં જ આ કમાલ કર્યો હતો.
કુલદીપે હોંગકોંગ સામે રમાયેલી મેચમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી. 286 રનના ટાર્ગેટને હાંસલ કરતી વખતે હોંગકોંગનો સ્કોર 174 રન હતો અને તેની એક ફણ વિકેટ પડી નહોતી ત્યારે કુલદીપે હોંગકોંગના કેપ્ટન અંશુમન રથને આઉટ કરીને ભારતને જીતની આશા જગાવી હતી. જે બાદ અંતિમ ઓવરોમાં મેચ હાર-જીત તરફ જઈ રહી હતી ત્યારે હોંગકોંગના વિકેટકિપર બેટ્સમેન મૌકેંચીને ધોનીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો હતો. કુલદીપે 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી.
દુબઈઃ ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે મંગળવારે રાતે એશિયા કપ 2018માં હોંગકોંગ સામે રમાયેલી વન ડે મેચમાં કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા હતા. કુલદીપે આ મેચમાં એક નહીં પણ ચાર રેકોર્ડ બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -