ઈશાંતે ઈનિંગ્સના બીજા જ બોલે ફિંચને કર્યો આઉટ છતાં કેમ ના અપાયો આઉટ ? જાણો વિગત
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ઇશાંત શર્માની ઓવરમાં ભારતને પ્રથમ સફળતા મળી જ ગઈ હતી, ઇશાંત શર્માએ એરોન ફિંચને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો પરંતું ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો અને ઇશાંતે નો બોલ નાંખી દીધો હતો. અને એરોન ફિંચને જીવનદાન મળ્યું હતું. જો આ નો બોલ ના હોત તો ફિંચ પહેલાજ આઉટ થઇ ગયો હોત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે ઇશાંત શર્માએ બાદમાં મેચના ત્રીજા બોલ પર જ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચને ક્લિન બોલ્ડ કર્યો હતો.
આ સિવાય ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પોતાની વિકટોની અડધી સદી નોંધાવી સ્પેશલ ક્બબમાં સામેલ થઈ ગયો છે. કંગારુના કેપ્ટન ટિમ પેનની વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 50 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બની ગયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 307 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ, આ સાથે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાને એડિલેટમાં જીતવા માટે 323 રનનો ટાર્ગેટ મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -