નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગે ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લેનિંગે 63 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 133 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે 226 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ ટી20માં આવું કારનામું નથી કરી શક્યો. ટી20માં તેનો સર્વોચ્ચ સ્કોર 90 રન જ છે.



226ના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 133 રન જ બનાવી શકી હતી. લેનિંગની આ તુફાની ઇનિંગના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવી હતી.

કેનેડા T20માં ટીમ ઈન્ડિયાનો કયો ધાકડ ખેલાડી આઉટ ન હતો છતાં ક્રિઝ છોડીને ચાલતી પકડી? નામ જાણીને ચોંકી જશો

વર્લ્ડકપમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના આ સાથીની હકાલપટ્ટી લગભગ નક્કી, જાણો શું છે કારણ



મહિલા ટી-20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરમાં મેગ લેનિંગ બાદ સ્ટેયર કેલિસ (126 રન અણનમ)નો રેકોર્ડ છે. ત્યાર બાદ સૂઝી બેટ્સ (124 રન અણનમ) અને ડેનિયલ વ્યાટ(124 રન)નો સમાવેશ થાય છે.