એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન 15 રન અને રિદ્ધિમાન સાહા 9 રન બનાવી રમતમાં છે. વિરાટ કોહલીએ 180 બોલમાં 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોતાની આ ઈનિંગ દરમિયાન તેણે 8 ફોર મારી હતી. જો કે તે રન આઉટ થઈ ગયો હતો. પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો. તેમણે ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું.




ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કોહલીનો ફેંસલો ખોટો પડ્યો હતો. પૃથ્વી શો બીજા જ બોલ પર સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ 19મી ઓવરમાં પેટ કમિન્સના પ્રથમ બોલ પર મયંક અગ્રવાલ 17 રન બનાવી આઉટ થયો હતો.લંચ સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવી 42 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ 160 બોલમાં 43 રન, રહાણેએ 42 રન, હનુમા વિહારી 16 રન બનાવ્યા.



પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર સ્ટાર્કે બે વિકેટ ઝડપી, જોશ હેઝલવુડ પેટ કમિન્સ અને નાથન લોયને એક-એક વિકેટ ઝડપી હતી.



ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ