ઓસ્ટ્રેલિયાના બોલરના બાઉન્સરથી ઘાયલ થયો શ્રીલંકાનો બેટ્સમેન, ફિલ હ્યૂજની યાદ થઈ તાજી, જાણો વિગત
એમ્પાયરોએ તાત્કાલિક મેડિકલ ટીમને મેદાન પર બોલાવી અને કરુણારત્નેને સ્ટ્રેચર પર જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકાની ઈનિંગની 31મી ઓવરમાં પેટ કમિન્સ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં 142 કિમી પ્રતિ કલાકની સ્પીડથી એક બાઉન્સર ફેંક્યો હતો. જે કરૂણારત્નેના હેલમેટના પાછળના હિસ્સામાં ડોક પર વાગ્યો હતો.
બાઉન્સર લાગતા જ કરુણારત્ને મેદાન પર જ ઢળી પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બંનેની ટીમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કરુણારત્નેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે કેનબરા ટેસ્ટના બીજા દિવસે એક ડરામણી ઘટના બની હતી. જેના કારણે 5 વર્ષ પહેલા બેનેલી ફિલ હ્યૂજની ઘટના યાદ થઈ હતી. શ્રીલંકાનો ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુણારત્નને કેનબરા ટેસ્ટના બીજા દિવસે ટી-બ્રેક બાદ અંતિમ સેશનમાં પેટ કમિન્સનો બાઉન્સર હેલમેટના પાછળના ભાગમાં લાગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -