ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીતી એશિઝ સીરિઝ, 17 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં આવું કારનામું કરવામાં પણ ઓસ્ટ્રેલિયા મોખરે છે. ઓસ્ટ્રેલિયાની ઈયાન અને ગ્રેગ ચેપલ તથા સ્ટિવ અને માર્ક વોની જોડી પણ સિદ્ધિ મેળવી ચુકી છે. વો બ્રધર્સ બાદ માર્શ બ્રધર્સેને આ સિદ્ધી મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડ ભલે મેચ હારી ગયું હોય પરંતુ એલિસ્ટર કૂકે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં 12,000 રન નોંધાવવાની સિદ્ધી પણ મેળવી હતી.
ચેપલ બ્રધર્સે 3 વખત, વો બ્રધર્સે 2 વખત ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં સદી ફટકારવાનું બહુમાન મેળવ્યું છે.
જ્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના જ મિશેલ અને શોન માર્શે ઇનિંગમાં સદી ફટકારી રેકોર્ડ કર્યો હતો.
પાકિસ્તાનના મુસ્તાક અને સાદિક મોહમ્મદ તથા ઝિમ્બાબ્વેના એન્ડી અને ગ્રાન્ટ ફલાવર બ્રધર્સ 1-1 વખત આ સિદ્ધિ નોંધાવી ચુક્યા છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે અહીં રમાતી એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે એક ઇનિંગ અને 123 રનથી જીત મેળવી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 180 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ચોથા દિવસે માર્શ બ્રધર્સ શોન તથા મિચેલે સદી ફટકારી 17 વર્ષ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ચોથા દિવસે શોને 156 તથા મિચેલે 101 રનની ઇનિંગ્સ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -