ઓસ્ટ્રેલિયાની બેટિંગને લઈ સચિન તેંડુલકરે કર્યું ટ્વિટ, કોચ લેંગરે કરવી પડી સ્પષ્ટતા, જાણો વિગત
નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં લેંગર, હેડન અને પોન્ટિંગ જેવા દિગ્ગજ બેટ્સમેનો હતા ત્યારે આ ટીમને હરાવવી સૌથી મુશ્કેલ કામ હતું. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનોનો ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જ ટક્કર આપતો હતો. મેદાન પર લેંગર અને સચિનનો સામનો અનેક વખત થયો હતો પરંતુ હવે ફરીવાર બંને બેટ્સમેનો સામ-સામે આવી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ડિફેન્સિવ બેટિંગ કરીને 7 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. જેને લઈ સચિને ટ્વિટ કર્યું કે, ‘મેં ક્યારેય ઓસ્ટ્રેલિયાની ટીમને આટલું સંરક્ષણાત્મક રમતી જોઈ નથી. ટીમ ઈન્ડિયાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને મેચ પરથી પકડ ઢીલી ન કરવી જોઈએ.’
સચિનના આ હુમલાનો જવાબ આપતાં લેગરે કહ્યું કે, હાં મેં સચિનની ટ્વિટ જોઈ. હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે સચિન ઓસ્ટ્રેલિયામાં રમવા આવ્યો ત્યારે તેને એલન બોર્ડર અને ડેવિડ બૂન જેવા ખેલાડી સાથે રમવાનો મોકો મળ્યો. આ દિગ્ગજનો કુલ અનુભવ 300-400 ટેસ્ટ મેચનો હતો. હાલની ટીમના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં નવા છે, સંઘર્ષ કરી રહ્યા છે અને ટેસ્ટ ક્રિકેટને સમજી રહ્યા છે.
લેંગરનું કહેવું હતું કે, બીજા દિવસની રમત બાદ આ પ્રકારની વાતો થશે તેવી મને ખબર હતી. આ વાતો અમારા ખેલાડીઓને પ્રભાવિત કરે છે અને તેનાથી ખરાબ વાત કોઈ ન હોઈ શકે. જોકે, તેમણે સ્વીકાર્યું કે અશ્વિન સામે તેની ટીમે થોડી વધારે આક્રમકતાથી બેટિંગ કરવાની જરૂર હતી.
એડિલેડમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન સચિન ટ્વિટર પર ઓસ્ટ્રેલિયાની ટીમ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. જેનો જવાબ આપવા ઓસ્ટ્રેલિયાનો કોચ જસ્ટિન લેંગર મજબૂર થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -