વોર્નર, સ્મિથની સજા પૂરી થતાં જ ટીમમાં સમાવવા એક ક્ષણનો પણ વિચાર નહીં કરું, જાણો કોણે કર્યું આવું નિવેદન
દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગ માટે દોષિ જાહેર કરાયા હતા. આ અપરાધના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્કના કહેવા મુજબ ત્રણેય ખેલાડીઓને બદલવા ઘણું પડાકરજનક છે. અમારી પાસે હજુ પણ ઘણા સારા ખેલાડી છે, પરંતુ આ ત્રણેય ખેલાડીઓની જગ્યા ભરવી મુશ્કેલ છે. ઓપનિંગ બેટ્સમેન બેનક્રોફ્ટ યુવા છે અને તેનું સ્થાન ભરવું પણ મુશ્કેલ છે.
તેણે એમ પણ કહ્યું કે, આપણે સચ્ચાઇ તરફ જોવું જોઈએ. તમારે ફરી વખત તેને મેદાન પર લાવવા પડશે. તમારે તેમને માફ કરવા પડશે અને આશા છે કે તેઓ પરત ફરશે.
સ્કાઇ સ્પોર્ટ્સ રેડિયો સાથે વાત કરતાં માર્ક વોએ કહ્યું કે, આ ત્રણેય ખેલાડી સારા અને શાનદાર છે તેમ મારું અંગત માનવું છે. તેમણે ભૂલો કરી છે, દરેક કરતા હોય છે. હું કોઈ એવા વ્યક્તિને નથી મળ્યો જેમણે એક પણ ભૂલ ન કરી હોય. આ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ભૂલ કરી છે અને તેની આકરી કિંમત પણ ચૂકવી રહ્યા છે.
મેલબોર્નઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર થઈ ચૂકેલા સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂમ બેનક્રોફ્ટને લઇ નિવેદનો અટકી રહ્યા નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલમાં રાષ્ટ્રીય પસંદગીકાર માર્ક વૉએ કહ્યું છે કે સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ તેમનો પ્રતિબંધ પૂરો કરી લેશે તે બાદ ત્રણેયને ટીમમાં પસંદ કરવા માટે એક ક્ષણનો પણ વિચાર નહીં કરે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ માટે આ મુશ્કેલ સમય હોવાની પણ તેમણે કબૂલાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -