ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો ભારતીય નાગરિક, આ છે તેની પત્નિ, જાણો મળશે શું લાભ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોએબ અખ્તર અને બ્રેટ લીની જેમ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંકી ચૂક્યો છે. જો કે, 2008માં ઈજાગ્રસ્ત થયાં બાદ તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પુનરાગમન બાદ હવે તે માત્ર ટી20 રમે છે.
સિંઘા સફળ મોડલ હોવાની સાથે સાથે આઈટી એન્જીનિયર પણ છે. બંને હાલ એડિલેડમાં રહે છે. શોન ટૈટની ગણતરી અત્યાર સુધીના સૌથી ફાસ્ટ બોલરમાંના એક બોલર તરીકે થાય છે.
શોનટૈટ અને માશૂમની મુલાકાત 2010માં થઈ હતી. બંને આઈપીએલની આફ્ટર પાર્ટીમાં મળ્યાં હતા. ટેટે લવ એટ ફર્સ્ટ સાઈટ તરીકે રજુ કરે છે. ચાર વર્ષની રિલેશનશીપ બાદ બંનેએ 2014માં લગ્ન કર્યાં હતા.
કોઈ પણ રમતમાં ભારતની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતની પૂર્ણ નાગરિકતા હોવી જરૂરી છે. ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજના પુત્ર પ્રકાશ અમૃતરાજ ઓવરસિઝ ઈન્ડિયન સિટીઝન હોવા છતાં પણ ભારતની ડેવિસ કપ ટીમમાં સામેલ થવામાં સફળ થયા હતા. પરંતુ ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને નક્કી થયું કે રમવા માટે પૂર્ણ નાગરિકતા જરૂરી છે.
ટૈટે પ્રવાસી ભારતીય નાગરિક હોવાનું કાર્ડ ટ્વિટર પર શેર કરતાં તેમના પર શુભેચ્છાઓની ભરમાર થઈ છે. કેટલાક ફેન્સે તો એવું પણ પૂછી લીધું કે શું તે હવે ભારત તરફથી ક્રિકેટ પણ રમી શકશે. જો કે ટૈટનું ભવિષ્ય હવે ઢોળાવમાં છે પરંતુ જો આવું નહોત તો પણ તે ભારતીય ટીમનો ભાગ બની ન શકત.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયના ફાસ્ટ બોલર શોન ટૈટ હવે ઓવરસિઝ ભારતીય સિટિઝન એટલે કે પ્રવાસી ભારતીય નાગરિક બની ગયો છે. ટૈટે વર્ષ 2014માં ભારતીય મોડલ માસૂમ સિંઘા સાથે લગ્ન કર્યાં હતા અને તેના કારણે તેને ભારતની પ્રવાસી નાગરિકતા મળી છે. ટૈટને હવે બધાં અધિકારો મળશે જે એક એનઆરઆઈને મળે છે. જો કે, તે ભારતમાં જમીન ખરીદી શકશે નહીં અને વોટ આપી શકશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -