શ્રીલંકા સામે બાંગ્લાદેશને મેચ જીતાડનાર ખેલાડી થઈ રહ્યો છે ટ્રોલ, જાણો કારણ
કોલંબોઃ બાંગ્લાદેશ ક્રિકટ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક હતો. શ્રીલંકાને તેની જ ધરતી પર હરાવીને બાંગ્લાદેશે યાદગાર જીત મેળવી હતી. આ ઉપરાંત ટીમના વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકર રહીમે શ્રીલંકા સામે તેના ટી-20 કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ રમી. રહીમે માત્ર 35 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 72 રન બનાવવાની સાથે જ ટીમને વિજય અપાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર રહીમનો ડાંસ કરતો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
મેચ જીત્યા બાદ રહીમે બોલર થિસારા પરેરાની નજીક પહોંચીને નાગિન ડાંસ કરવા લાગ્યો. તેની જશ્ન મનાવવાની રીત ફેંસને પણ ઘણી પસંદ પડી રહી છે. જ્યારે કેટલાક ફેંસ તેનાથી નારાજ પણ છે.
મેચ દરમિયાન ગુનાથિલકાએ એક વખત રહીમને જોઈ નાગિન ડાંસ કરી ચીઢવવાની કોશિશ કરી હતી. આ કારણે જ કદાચે મેચ વિનિંગ ઇનિંગ બાદ તે આ અંદાજમાં જશ્ન મનાવી રહ્યો છે.
રહીમે જીતની ખુશી ખાસ અંદાજમાં મનાવી હતી. રહીમ તેની ઇનિંગ ઉપરાંત નાગિન ડાંસના કારણે પણ ચર્ચામાં છે. મેચ જીત્યા બાદ ટ્વિટર પર એક તસવીર દ્વારા તેણે ખુશી ફેન્સ સાથે શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -