સેમી ફાઈનલ પહેલાં બાંગ્લાદેશીએ મૂકી તિરંગાનું અપમાન કરતી તસવીર, પોતાની ટીમને બતાવી ટાઈગર
બાદમાં વર્ષ 2016માં પણ આવી એક ઘટના બની હતી. એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ તરફથી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી જેમાં બાંગ્લાદેશના ઝડપી બોલર તશ્કીન અહેમદના હાથમાં મહેન્દ્ર સિંહ ધોનીનું કપાયેલું માથું બતાવવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે બાંગ્લાદેશે આવી હરકત કરી હોય, આ પહેલા વર્ષ 2015માં બાંગ્લાદેશના અખબારમાં એક જાહેરખબર પ્રકાશિત થઈ હતી જેમાં ભારતના સાત ક્રિકેટર એમએસ ધોની, વિરાટ કોહલી, શિખર ધવન, અંજિક્ય રહાણે, રોહીત શર્મા, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા હતા જેમના અડધા મુંડેલા માથા સાથેની તસવીર જાહેરાતના રૂપે છાપી હતી.
સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી સમર્થક અને બાંગ્લાદેશના ક્રિકેટ પ્રેમીઓએ મર્યાદની તમામ હદ વટાવી દીધી છે. તેમણે ભારતની આનબાન અને શાન એવા તિરંગાનું અપમાન કર્યું છે. બાંગ્લાદેશે ઢાકા અને મીરપુરની આસપાસનાવિસ્તારમાં એક વિવાદિત તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક વાઘ એક કુતરા પર હુમલો કરી રહ્યો હોય તેવી પોઝીશનમાં છે, કુતરા પર ભારત અને વાઘ પર બાંગ્લાદેશનો તિરોગં ચિપકાવ્યો છે.
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના બીજા સેમીફાઈનલમાં ઇન્ડિયા અને બાંગ્લાદેશનો મેચ રમાશે પરંતુ આ મેચ પહેલા બાંગ્લાદેશએ એકવખત ફરીથી પોતાની ડર્ટી ગેમ રમવાનં શરૂ કર્યું છે, જેની જેટલી પણ ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે.
આ બન્ને ઘટના સમયે બાંગ્લાદેશની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી પરંતુ તેને તેનાથી કોઈ ફેર ન પડ્યો અને ફરી આ પ્રકારની હરકતો પર ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયા એક બાજુ સાઉથ આફ્રીકાને કારમો પરાજય આપીને સેમીફાઈલનમાં પહોંચી છે તો બાંગ્લાદેશ નસીબના ભરોસે સેમીફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. હવે જોવાનું એ છે કે, બાંગ્લાદેશની આ ગંદી હરકતનો જવાબ કોહલીની સેના કેવી રીતે આપે છે, આશા છે કે, સ્પર્ધા રસપ્રદ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -