Hattrick: ઓસ્ટ્રેલિયા (Australia)ની બિગ બેશ લીગ (Big Bash League)માં ભારતીય મૂળના ખેલાડી ગુરિન્દર સિંહ સન્ધુ (Gurinder Singh Sandhu)નો જલવો જોવા મળી રહ્યો છે. સિડની થન્ડર્સના ગુરિન્દર સિંહ સન્ધુએ પર્થ સ્કૉચર્સ વિરુદ્ધ મેચમાં હેટ્રિક લઇને ઇતિહાસ રચી દીધો છે. ગુરિન્દર સિંહ સન્ધુની ઓસ્ટ્રેલિયામાં આ ત્રીજી હેટ્રિક છે, અને બીબીએલમાં પહેલી. તે આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે હેટ્રિક લઇ ચૂક્યો છે, અને આવુ કારનામુ કરનારો તે પહેલો ઓસ્ટ્રેલિયન પણ છે.
ગુરુવારે રમાયેલી મેચમાં ગુરિન્દર સિંહે તરખાટ મચાવી દીધો. ગુરિન્દર સિંહ સન્ધુની બૉલિંગના દમ પર સિડની થન્ડર્સે પર્થ સ્કૉચર્સને 6 વિકેટથી હરાવી દીધુ, ગુરિન્દર સિંહે પોતાની બે ઓવરના સતત બે બૉલ પર હેટ્રિક લીધી. તેને પર્થ સ્કૉચર્સના કૉલિન મુનરો, એરૉન હાર્ડી અને લૌરી ઇવાન્સની વિકેટ લીધી. ગુરિન્દર સિંહે ઇનિંગની 12મી ઓવરના છેલ્લા બૉલ પર મુનરોને પેવેલિયન મોકલ્યો. આ પછી ગુરિન્દર સિંહ 14મી ઓવર નાંખવા આવ્યો, અને પહેલા બૉલ પર હાર્ડી અને બીજા બૉલ પર લૌરીને આઉટ કરી દીધો. આ રીતે તેને બે ઓવરમાં પોતાની હેટ્રિક પુરી કરી.
ગુરિન્દર સિંહ બીબીએલમાં સિડની ટીમ માટે હેટ્રિક લેનારો પહેલો બૉલર બની ગયો છે. તેને 4 ઓવર ફેંકી અને 22 રન આપીને 4 વિકેટ ઝડપી. ગુરિન્દર સિંહ આ પહેલા માર્શ કપ 2018 અને 2021 માં પણ હેટ્રિક લઇ ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે રમી ચૂક્યો છે વનડે મેચ-
ગુરિન્દર સિંહ સન્ધૂના માતા-પિતાનો જન્મ પંજાબમાં થયો હતો, ગુરિન્દર સિંહ ઓસ્ટ્રેલિયા માટે વનડે મેચ પણ રમી ચૂક્યો છે. જાન્યુઆરી 2015માં, તે વનડે મેચોમાં ઓસ્ટ્રેલિયા માટે રમનારો ભારતીય મૂળનો પહેલો ખેલાડી બની ગયો હતો. ગુરિન્દર સિંહ પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં બે જ વનડે મેચ રમ્યો છે, જેમાં તેને ત્રણ વિકેટો પણ ઝડપી હતી.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........