Data Recharge Plan: નવા વર્ષ પર સૌથી વધુ ડેટાની જરૂર છે, તો અહીં અમે તમને અલગ અલગ કંપનીઓના એવા રિચાર્જ પ્લાન વિશે બતાવી રહ્યા છીએ, જેમાં તમને સસ્તી કિંમતે વધુ ડેટા મળી શકે છે. અહીં અમેન તમને એરટેલ, વૉડાફોન-આઇડિયાથી લઇ જિઓના રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યાં છે. 


Jio Data Recharge Plan -
સૌથી પહેલા જિઓની વાત કરીએ, જિઓના 15 રૂપિયાના ડેટા પ્લાનમાં હાઇ સ્પીડ 1GB ડેટા આપવામાં આવી રહ્યો છે. વળી 25 રૂપિયાના ડેટા પ્લાનમાં હાઇ સ્પીડ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જિઓ 61 રૂપિયાના પ્લાનમાં હાઇ સ્પીડનો 6જીબી ડેટા આપી રહી છે. આ ઉપરાંત સૌથી વધુ ડેટાનો જિઓની પાસે 121 રૂપિયાનો પ્લાન છે. આમાં યૂઝરને 12 જીબી ડેટા મળી રહ્યો છે. આ રીતે આ પ્લાનમાં યૂઝરને 10 રૂપિયામાં 1GB ડેટા મળી રહ્યો છે. આ જિઓનો સૌથી સસ્તો ડેટા પ્લાન છે. આ પ્લાનમાં યૂઝરને વેલિડિટી કે પછી કૉલિંગની સુવિધા નથી મળતી. 


Airtel Data Recharge Plan - 
એરટેલનો 5 રૂપિયા અને 8 રૂપિયાના ડેટા પ્લાનમાં હાઇસ્પીડ 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે. વળી, 98 રૂપિયાના રિચાર્જમાં 5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 108 રૂપિયાના ડેટા પ્લાનમાં 6જીબી ડેટા મળી રહ્યો છે. વળી, 148 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 15 જીબી ડેટા મળી રહ્યો છે. એરટેલનો 50જીબી ડેટાનો પ્લાન માત્ર 301 રૂપિયાનો છે. આ રીતે યૂઝરને આ પ્લાન 6 રૂપિયામાં 1GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝરને વેલિડિટી કે પછી કૉલિંગની સુવિધા નથી મળતી.  


Vodafone Idea Data Recharge Plan - 
વીઆઇ 19 રૂપિયામાં 1GB ડેટા આપવી રહી છે. આની વેલિડિટી 24 કલાકની છે. આનો 2જીબી ડેટાનો પ્લાન 48 રૂપિયાનો છે. આની વેલિડિટી 21 દિવસની છે. વળી, 21 દિવસની વેલિડિટીની સાથે 98 રૂપિયામાં 9જીબી ડેટા મળી રહ્યો છે. કંપનીના 118 રૂપિયાના પ્લાનમાં 12જીબી ડેટા મળી રહ્યો છે. આની વેલિડિટી 28 દિવસની છે. વળી, વીઆઇનો 50 જીબી ડેટાનો પ્લાન 298 રૂપિયાનો છે. આમાં 28 દિવસની વેલિડિટી મળી રહી છે. વળી, વીઆઇના 418 રૂપિયાના પ્લાનમાં 100જીબી ડેટા મળી રહ્યો છે. આની વેલિડિટી 56 દિવસની છે. આ પ્લાન્સમાં કૉલિંગની સુવિધા નથી મળી રહી. 


 


 


આ પણ વાંચો..... 


Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત


Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત


તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ


IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ


રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા


ભારતના આ મહાન ક્રિકેટરના ઘરમાં 4 લોકોને કોરોના, પુત્રી પણ કોરોનાનો ભોગ બની, તમામને ઘરે જ આઈસોલેટ કરાયા


Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન