અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) ગુરુવારે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર (Chief Selector)ની જાહેરાત કરી છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને બીસીસીઆઈની સિલેક્શન કમિટીના નવા ચેરમેન તરીકે નિમણૂંક કર્યા છે. ચેતન શર્મા વર્તમાન ચેરમેન સુનીલ જોશીની જગ્યા લેશે.


આ સિવાય મદન લાલ, રુદ્ર પ્રતાપ સિંહ અને સુલક્ષણ નાઈકની ક્રિકેટ સલાહકાર સમિતિ(CAC)ના અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિ (પુરુષ)ના ત્રણેય સભ્યોની પસંદગી કરાઈ છે. સમિતિએ સિનિયર પસંદગી સમિતિના ત્રણ સભ્યોની પસંદગી માટે ગુરુવારે ઓનલાઈન ઈટરવ્યૂ લીધા હતા.


તે સિવાય પૂર્વ ફાસ્ટ બોલર અભય કુરુવિલા અને દેવાશીષ મોહંતી પણ ટીમ ઈન્ડિયાના સિલિકેશન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સિવાય હરવિનંદર સિંહ અને સુનિલ જોશી પણ સિલેક્શન કમિટીનો હિસ્સો હશે.

BCCIએ એક નિવેદનમાં કહ્યું કે, સમિતિના સીનિયરના આધારે (કુલ ટેસ્ટ મેચોની સંખ્યા) પુરુષ સીનિયર ક્રિકેટ પસંદગી સમિતિના ચેરમેન તરીકે ચેતન શર્માના નામની ભલામણ કરી હતી. ક્રિકેટ સલાહાકર સમિતિ એક વર્ષની અવધિ બાદ ઉમેદવારની સમીક્ષા કરશે અને બીસીસીઆઈને ભલામણ કરશે.

ચેનન શર્મા વનડે મેચોમાં ભારત માટે પ્રથમવાર હેટ્રિક લેનાર ખેલાડી તરીકે ઓળખાય છે. 54 વર્ષના ચેતન શર્માએ ભારત માટે 23 ટેસ્ટ અને 65 વનડે મેચ રમી છે. ચેતન શર્મા ટેસ્ટમાં 61 અને વનડેમાં 67 વિકેટ પોતાના નામે કરી હતી.