વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે વિરાટ કોહલીની પસંદગી, ચોથી વખત મળશે પોલી ઉમરીગર એવોર્ડ
ફોર્બ્સ દ્વારા સૌથી વધારે કમાણી કરતાં ખેલાડીઓની ગઈકાલે જાહેર કરવામાં આવેલી 100 ખેલાડીઓ યાદીમાં કોહલી 83માં નંબર પર છે. આ લિસ્ટમાં સામેલ થનારો તે ભારત અને ક્રિકેટ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. કોહલીએ 12 મહિનામાં 160 કરોડ 45 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઈ તેના દિવંગત અધ્યક્ષ જગમોહન ડાલમિયાના સન્માનમાં ચાર શ્રેણીમાં પુરસ્કાર આપશે જેમાં જગમોહન ડાલમિયા ટ્રોફી, અંડર 16 વિજય મર્ચન્ટ ટ્રોફી, બેસ્ટ જૂનિયર અને મહિલા વર્ગમાં સીનિયર ક્રિકેટર પુરસ્કારનો સમાવેશ થાય છે.
બીસીસીઆઈ પુરસ્કાર સમારોહમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાન પ્રદર્શન કરનારાં ખેલાડીઓને સન્માનવામાં આવે છે. કોહલીને 2016-17 અને 2017-18 સીઝનમાં કરેલા દેખાવ તથા હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને મહિલા શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર 2016-17 અને 2017-18 સીઝનમાં કરેલા શાનદાર પ્રદર્શન બદલ સન્માનિત કરાશે.
કોહલીને ચોથી વખત પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવશે. ચાર વખત આ સન્માન મેળવનારો તે પ્રથમ ખેલાડી બનશે. આ પહેલા તે 2011-12, 2014-15, 2015-16માં પણ એવોર્ડ જીતી ચૂક્યો છે. પોલી ઉમરીગર એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરનારાં ભારતીય ક્રિકેટ ખેલાડીઓને આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ છેલ્લી બે સીઝનમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી તરીકે પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCI દ્વારા 12 જૂનના રોજ બેંગલુરુમાં આયોજિત થનારાં સમારોહમાં કોહલીને નવાજવામાં આવશે તેમ આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું.
બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સી.કે.ખન્નાએ કહ્યું, બોર્ડના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પૂર્વ દિગ્ગજ, વર્તમાન પેઢી અને આગામી સમયના સિતારા એક જ છત નીચે હાજર હોય છે. જે ખેલાડીઓએ તેમના કૌશલ્ય અને આકરી મહેનતથી આ રમતને વધારે શ્રેષ્ઠ બનાવી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું માધ્યમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -