મિતાલી વિવાદ બાદ ક્રિકેટમાં વધુ એક ભૂકંપ, એશિયા કપમાં ધોનીની કેપ્ટનસીથી નારાજ હતા બીસીસીઆઇના અધિકારીઓઃ રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, 2017માં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીને એશિયા કપ 2018માં ફરીથી અફઘાનિસ્તાન સામેની મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, જોકે આ મેચ ટાઇ થઇ હતી અને ધોનીની 200મી કેપ્ટનશી મેચ હતી. ધોનીને કેપ્ટનશિપ સોંપવાના મુદ્દે બીસીસીઆઇના મોટાભાગના અધિકારીઓ નારાજ થઇ ગયા હતા, તેઓ ધોની નહીં પણ કોઇ બીજા સીનિયરને કેપ્ટનશીપ સોંપવા માંગતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હાલમાં ટીમ ઇન્ડિયાની ક્રિકેટને લઇને વિવાદ ચાલી રહ્યો છે, મહિલા વર્લ્ડ ટી20ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મિતાલી રાજને પડતી મુકાવવા પર કૉચ રમેશ પોવારને નિશાને ચઢ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે નવા રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે એશિયા કપમાં ધોનીની કેપ્ટનશિપથી બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ નારાજ થઇ ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીને ફરીથી ટીમની કમાન સંભાળવા પર બીસીસીઆઇના કેટલાક લોકો નારાજ હતા, પણ એવું નથી ધોનીની કેપ્ટનશીપનો જોરદાર વિરોધ પણ કરાયો હતો. તેઓ કહી રહ્યાં હતા કે ધોનીની જગ્યાએ કોઇપણ ખેલાડીને કેપ્ટનશીપ સોંપો પણ ધોનીને ના સોંપવી જોઇએ.
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ન હતો રમ્યો અને તેની જગ્યાએ હિટમેન રોહિત શર્માને ટીમની કમાન સંભાળવા આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -