ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આવું એટલા માટે કહ્યું કે, કારણ કે, જસપ્રીત બુમરાહ વિશાખાપટ્ટનમમાં બીજી વનડે મેચ પહેલા ટીમની સાથે પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો. ગાંગુલીએ કહ્યું, ‘હું એ કારણો વિશે તપાસ કરીશ કે શા માટે બુમરાહની ફિટનેસ ટેસ્ટ ન થઈ. એનસીએ પ્રથમ અને અંતિમ પોઈન્ટ દરેક ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે હોય છે.’
એવી પણ ખબર આવી રહી છે કે નેશનલ ક્રિકેટ એકેડમીનું માનવું છે કે બુમરાહ પોતાના અંગત વિશેષજ્ઞો સાથે ઇજામાંથી બહાર આવવાના પ્રયત્નમાં લાગ્યો હતો તો પછી એનસીએ તેની ફિટનેસ ટેસ્ટ કેવી રીતે લઈ શકે. બુમરાહને આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. આ પછી ડૉક્ટરો સાથે વિચાર-વિમર્શ કરવા માટે લંડન પણ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે બુમરાહે ટીમ મેનેજમેન્ટને બતાવી દીધું હતું કે તે એનસીએ જવા ઇચ્છુક નથી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ મામલામાં રાહુલ દ્રવિડ સાથે વાત કરશે.
વિશાખાપટ્ટનમમાં નેટ્સ પર બોલિંગ કર્યા પછી બુમરાહ બેંગલોર રવાના થયો હતો. જ્યાં તેનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. જ્યાં દ્રવિડે બુમરાહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે NCA તેની ફિટનેસ ટેસ્ટ લેશે નહીં. આ મામલે દ્રવિડનો મત છે કે જ્યારે એનસીએએ બુમરાહનો ઇલાજ નથી કર્યો તો તેને રમવા માટે ફિટ થવાનું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ. જો કશું ખોટું થઈ જાય તો શું થશે? એનસીએમાં એવી કોઈ પણ વાત માટે સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ. જેના વિશે તેમને કશું જાણકારી નથી.