‘BCCIએ ભારતીય ક્રિકેટરો માટે પ્લેન ખરીદજવું જોઈએ’, ક્યા મહાન ક્રિકેટરે કર્યું આ સૂચન?
કપિલના મત પ્રમાણે ક્રિકેટરોની કારકિર્દી બહુ ટૂંકી હોય છે ને એ દરમિયાન તેમને કમાણી કરતાં રોકવા એ બરાબર નથી. કપિલે આ માટે ક્રિકેટરોનું એસોસિએશન બનાવીને રજૂઆત કરવાનું પણ સૂચન કર્યું હતું. ક્રિકેટરોની દેશને જરૂર હોય ત્યારે તેમને બોલાવી શકાય પણ તેમના માલિક ના બની શકાય તેવી કોમેન્ટ કપિલે કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલે કહ્યું કે, બોર્ડનું પોતાનું પ્લેન હશે તો ક્રિકેટરોને બે મેચ વચ્ચે પૂરતો આરામ મળી શકશે ને બોર્ડ પાસેનાં નાણાં જોતાં તેમને આ પરવડી જ શકે છે. કપિલે એવું સૂચન પણ કર્યું કે, ભારતીય ક્રિકેટરોને આઈપીએલ સિવાય બીજા દેશોની ક્રિકેટ લીગમાં રમવાની મંજૂરી પણ મળવી જોઈએ.
કપિલે કહ્યું કે, ખરેખર તો બોર્ડે પાંચ વરસ પહેલાં જ પોતાનું પ્લેન ખરીદવાની જરૂર હતી કેમ કે બોર્ડને એ પરવડે તેમ છે જ. કપિલે એવી કોમેન્ટ પણ કરી હતી કે, ભવિષ્યમાં કેટલાક ક્રિકેટરો પોતાનાં પ્લેન ખરીદે તો એ જોઈને પણ મને અત્યંત આનંદ થશે. આપણા કેટલાક ક્રિકેટરો પ્લેન ખરીદી શકે તેટલી કમાણી કરે જ છે.
આ સૂચન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂરવ કેપ્ટન કપિલદેવે કર્યું છે. કપિલદેવે જણાવ્યું કે, હાલમાં ક્રિકેટ બોર્ડ અઢળક નાણાં કમાય છે ત્યારે તેણે પોતાનું પ્લેન ખરીદી લેવાની જરૂર છે. તેના કારણે ક્રિકેટરોનો બહુ સમય બચી જશે અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં સરળતા પણ રહેશે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં પોતાની મેચો રમવા માટે અલગ અલગ એરલાઈન્સની ફ્લાઈટ્સમાં જાય છે ત્યારે હવે એવું સૂચન કરાયું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ટીમ માટે એક પ્લેન જ ખરીદી લેવું જોઈએ કે જેથી ક્રિકેટરોને ઓછો થાક લાગે અને ક્રિકેટરો પ્રેક્ટિસ પાછળ વધારે સમય આપી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -