BCCIએ વિરાટ કોહલી સહિત 100 જેટલા ક્રિકેટરોને નોકરી છોડવાની આપી કડક ચેતવણી, જાણો શું છે મામલો
કોન્ફિલક્ટ ઓફ ઇન્ટરેસ્ટના મુદ્દે પહેલા પણ સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા ભારતના દિગ્ગજ ક્રિકેટરો મુશ્કેલીમાં મુકાયા હતા અને હવે વિરાટની કોહલીની વારો છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે બીસીસીઆઇએ વિરાટ કોહલીને ONGCથી પોતાને અલગ કરવા જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, સુપ્રિમ કોર્ટે બોર્ડને સલાહ આપી છે કે, જાહેરક્ષેત્રની કંપનીઓ સાથે જોડાયેલા તમામ ક્રિકેટરોને નોકરી છોડવા જણાવે. સુપ્રિમ કોર્ટે ક્રિકેટની પ્રશાસક સમિતિના બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ પણ ખેલાડી સરકારી અથવા સાર્વજનિક ક્ષેત્રની કંપનિઓના પદ પર નહિ રહી શકે.
કોહલી કોઇ સ્થાનીક ટૂર્નામેન્ટમાં ઓએનજીસીનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તેના સિવાય બીસીસીઆઇએ અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા સહિત 100 જેટલા ભારતીય ક્રિકેટરોને કડક ચેતવણી આપી છે. જે સાર્વજિનક ક્ષેત્રના ફર્મ સાથે જોડાયેલા છે. આ મુદ્દા પર દિલ્લીમાં થનારી એજીએમમાં ચર્ચા થશે.
નવી દિલ્લી: શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ વચ્ચે બીસીસીઆઇએ કેપ્ટન વિરાટ કોહલીને મુશ્કેલીમાં મૂક્યો છે. તેમણે ‘કોન્ફિલક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ના આધારે કોહલીને ONGCનું મેનેજર પદ છોડવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -