દ.આફ્રિકા ટૂરમાં BCCI નહીં ઉઠાવે ક્રિકેટર્સની વાઇફ કે ગર્લફ્રેન્ડનો ખર્ચ, જાણો શું છે મામલો
આ ઉપરાંત રિપોર્ટ્સ અનુસાર, બોર્ડે ક્રિકેટર્સના ફેમિલી અને વાઇફ કે ગર્લફ્રેન્ડને દક્ષિણ આફ્રિકામાં માત્ર બે અઠવાડિયા માટે જ રોકાવવાની મંજૂરી આપી હતી, એટલે કે પ્રથમ ટેસ્ટ બાદ તેઓને પાછા ભારત ફરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)એ ભારતીય ક્રિકેટર્સ માટે સખ્ત નિર્ણયને અમલમાં મુક્યો છે. બીસીસીઆઇ કહ્યું કે, તે ઇન્ડિયન ક્રિકેટર્સન વાઇફ, ગર્લફ્રેન્ડ અથવા તો ફેમિલીની રહેવા-ખાવાની ખર્ચ ઉઠાવશે નહીં. આ અંગે અગાઉ BCCI એ સુપ્રીમ કોર્ટના સંચાલન હેઠળની કમિટી CoAને ટુર દરમિયાન ક્રિકેટર્સના વાઇફ અને ગર્લફ્રેન્ડ માટે સેપરેટ મેનેજર નિમવાની રજૂઆત કરી હતી.
અત્યારે સાઉથ આફ્રિકાની ટૂરમાં મોટા ભાગના ક્રિકેટર જેવા કે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વરકુમાર, મુરલી વિજય, અજિંક્યે રહાણે અને રિદ્ધિમાન સાહા સાથે તેમની પત્નીઓ પણ હાજર છે.
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇએ કેપટાઉનમાં અલગથી ક્રિકેટર્સની પત્નીઓ માટે વ્યવસ્થા કરવા માટે મયંક પરીખની નિમણૂંક કરી હતી પણ 3 જાન્યુઆરીએ CoAના વડા વિનોદ રોયે બોર્ડના આ પ્લાનને નકાર કાઢ્યો હતો. તેમને કહ્યું કે, કોઇ વધારાના મેનેજરની જરૂર નથી કેમકે રીષિકેશ ઉપાધ્યાય નામના મેનેજર પહેલાથી જ ટીમના સભ્યો અને તેની જરૂરિયાતાની દેખરેખ કરી રહ્યાં છે.
બોર્ડનું કહેવું છે કે તેમની જવાબદારી માત્ર ક્રિકેટર્સની કેર લેવાની છે, તેમના પરિવાર કે અન્યની નહીં. તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે, મેનેજર માત્ર ટીમ માટે જ હશે તે અન્ય કોઇ કામ માટે રોકાશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -