કોહલી-અનુષ્કાના મેરેજ રજિસ્ટ્રેશનમાં આવી શકે છે મુશ્કેલી, આ છે કારણ
વિરાટ-અનુષ્કા પહેલા બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા અને પૂર્વ ભારતીય ક્રિકેટ ઝહીર ખાન પણ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંને પણ વિરુષ્કાના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈટાલીમાં મેરેજ બાદ વિરાટ-અનુષ્કાએ દિલ્હી અને મુંબઈ એમ બે જગ્યાએ રિસેપ્શન પાર્ટી આપી હતી. જેમાં ટીમ ઈન્ડિયા ખેલાડીઓ સહિત ફિલ્મી હસ્તીઓ હાજર રહી છે.
ભારતના કોઈપણ રાજ્યમાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અનેક પ્રકારના દસ્તાવેજની જરૂર પડે છે. જેમાં છોકરા-છોકરીનું મેરેજ કાર્ડ, લગ્નના ફોટા, પરિવારજનો ઉપરાંત અલગથી બે સાક્ષી, લગ્ન જ્યાં થયા હોય તે હોટલ કે મેરેજ હોલ સંચાલકનું પ્રમાણપત્ર, પંડિતનું પ્રમાણપત્ર, છોકરા-છોકરીના નામની બે એફિડેવિટ વગેરેની જરૂર પડે છે.
વિરાટ-અનુષ્કાના લગ્નને લઈ મેરેજ રજિસ્ટ્રેશન કરાવતાં જાણકારોના કહેવા મુજબ, આ કોઈ મોટો મુદ્દો નથી. બંનેના લગ્ન જ્યાં થયા છે ત્યાં અને ભારતમાં રજિસ્ટર થઈ શકે છે. આ લગ્ન સંપૂર્ણ રીતે માન્ય છે. તેને લઇ દરેક રાજ્યમાં અલગ અલગ કાનૂન છે. આ લોકો ત્યાં એપ્લિકેશન કરીને સાક્ષીની સાથે લગ્ન રજિસ્ટર કરાવી શકે છે.
તેથી હવે જોવાનું રહે છે કે વિદેશમાં થયેલા વિરાટ અને અનુષ્કાના મેરેજને માન્યતા મળે છે કે નહીં. જો આમ નહીં થાય તો તેમણે સાંકેતિક રીતે મહારાષ્ટ્રમાં મરેજ રજિસ્ટ્રેશનની ઔપચારિતા પૂરી કરવી પડશે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના મેરેજ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી શકે છે. કોહલીએ 11 ડિસેમ્બર, 2017ના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઈટાલીમાં મેરેજ કર્યા હતા. પરંતુ ત્યાંના ભારતીય દૂતાવાસમાં આ અંગે સૂચના આપી નહોતી. પરિણામે તેના મેરેજ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી શકે છે.
વિરાટ અનુષ્કા લગ્ન બાદ મહારાષ્ટ્રમાં રહેશે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 1998ની કલમ 4 મુજબ રાજ્યમાં થયેલા મેરેજની સ્થાનિક મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી જરૂરી છે.
હરિયાણા હાઇકોર્ટના વકીલ હેમંત કુમાર દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં આ ખુલાસો થયો છે. તેમણે 13 ડિસેમ્બર, 2017ના રોજ વિદેશ મંત્રાલયમાં આ અંગે અરજી કરી હતી.
નિયમ મુજબ કોઈ પણ ભારતીય વ્યક્તિ વિદેશમાં જઈ લગ્ન કરે તો તે ફોરેન મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 1969 અંતર્ગત રજિસ્ટર્ડ થાય છે. પરંતુ વિરાટ-અનુષ્કાએ ઇટાલી સ્થિતિ ભારતીય દૂતાવાસમાં આ અંગે કોઈ જાણકારી આપી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -