વિરાટ કોહલીને અત્યારે બેસ્ટ કેપ્ટન ન કહી શકાય, કયા દિગ્ગજ ખેલાડી આવું કહ્યું, જાણો વિગત
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયામાં પોતાના સમયના સ્પિન બોલિંગના દિગ્ગજ અને પૂર્વ સુકાની બિશન સિંહ બેદીએ જણાવ્યું હતું કે, બેટ્સમેન તરીકે વિરાટ કોહલીની વિશ્વસનીયતા પર કોઈને શંકા નથી, પરંતુ કેપ્ટન તરીકે તેણે હજી પોતાને સાબિત કરવાનો બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે 67 ટેસ્ટમાં 266 વિકેટ લેના આ દિગ્ગજ સ્પિન બોલર કોહલીની સ્થિરત અને ક્ષમતાના ફેન છે.
વિરાટની કેપ્ટનશિપ પર ચર્ચા કરતાં બેદીએ જણાવ્યું હતું કે, જો તમે સ્ટીવ વો અને માઈક્લ બ્રેયરલીની વાત કરો તો તે ગેમના સારા જાણકાર હતા. કેપ્ટન તરીકે કોહલી માતે તે પ્રભાવ ઉભો કરવાનો બાકી છે.
બિશન સિંહ બેદી માને છે કે, કેપ્ટન તરીકે વિરાટ કોહલીને શ્રેષ્ઠ માનવો એ થોડી ઉતાવળ થઈ જશે, કારણે એક કેપ્ટન તરીકેને તેની યોગ્ય પરખ હજી નથી થઈ શકી.
આ સિવાય 29 વર્ષીય વિરાટ કોહલી અત્યાર સુધી 49 વન-ડેમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યો છે, જેમાંથી 38માં જીત, 10માં હારનો સામનો કરવો પડ્યો છે. જો T-20 ફોર્મેટની વાત કરીએ તો, કોહલીએ 12માંથી 7 મેચમાં જીત મેળવી છે.
2014-15માં જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની એમ.એસ.ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી, ત્યારે વિરાટ કોહલીને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિરાટની કેપ્ટનશિપમાં 35 ટેસ્ટ મેચ રમાઈ જેમાં 21માં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે, 9 ટેસ્ટ ડ્રૉ થઈ અને પાંચમાં હાર મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -