વોશિંગ્ટન સુંદરે સૌથી નાની વયે રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટરનો તોડ્યો રેકોર્ડ
સુંદરને આ ટ્રાઈ સીરીઝની શોધ માનવામાં આવી રહ્યો છે. તે હજુ માત્ર 18 વર્ષનો છે અને તેની સામે લાંબુ ક્રિકેટ કરિયર છે. આવામાં સુંદર મર્યાદિત ઓવર્સના ફોર્મેટમાં ભારતને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેણે ગત વર્ષે 13 ડિસેમ્બરે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મોહાલી વન-ડેથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 વર્ષ અને 164 દિવસના સુંદર પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના વકાર યુનુસના નામે હતો, જેણે 18 વર્ષ અને 169 દિવસની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો. સુંદરે ભારત માટે સૌથી યુવા વયે મેન ઑફ ધ સીરીઝ બનવાના નરેન્દ્ર હિરવાણીના રેકોર્ડન તોડ્યો.
સુંદરને તેને શાનદાર પ્રદર્શન માટે ‘મેન ઑફ ધ સીરીઝ’ પસંદ કરવામાં આવ્યો. તેણે આખી સીરીઝમાં 5 મેચો રમી, જેમાં તેણે 114 રન આપી 8 વિકેટો ઝડપી. આમાં તેનો ઈકોનૉમી રેટ 6 રન પ્રતિ ઓવરથી પણ ઓછો રહ્યો. આની સાથે જ સુંદરના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ ગયો અને તે સૌથી નાની વયે ‘મેન ઑફ ધ સીરીઝ’ મેળવનારો ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હીઃ નિદાહાસ ટ્રોફીમાં પોતાના દમદાર પ્રદર્શનના જોરે મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ જીતનાર વોશિંગ્ટન સુંદરે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના આ યુવા ઓલરાઉન્ડર માટે નિદાહસ ટ્રોફી ખૂબ જ યાદગાર ટૂર્નામેન્ટ રહી. આ સીરીઝ ખત્મ થવાની સાથે જ ટીમ ઇન્ડિયાના આ યુવા ખેલાડીએ પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલર વકાર યૂનિસનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -