નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા ટી-20 લીગમાં ક્રિસ લિને શાનદાર બેટિંગ કરી હતી. રવિવારે બિગ બૈશ લીગના એક મુકાબલામાં ટીમના કેપ્ટન ક્રિસ લિને બ્રિસબેન હીટ તરફથી તોફાની બેટિંગ કરતા માત્ર 35 બોલમાં 94 રન ફટકાર્યા હતા.


સિડની સિક્સર્સ વિરૂદ્ધ મેચમાં લિને આઉટ થતા પહેલા ચાર ફોર અને 11 સિક્સર ફટકારી 268ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. લિને માત્ર 20 બોલમાં શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી.

ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા ક્રિસ લિન જે રીતે રન બનાવી રહ્યો હતો, ત્યારે લાગી રહ્યું હતું કે તે બીબીએલ ઈતિહાસના સૌથી ઝડપી શતક નજીક પહોંચી ગયો હતો પરંતુ એ પહેલા જ મનેંટીની બોલિંગમાં તે આઉટ થયો હતો.

ઘણા વર્ષો સુધી આઈપીએલમાં કેકેઆર તરફ ઓપનિંગ બેટિંગ કરનાર ક્રિસ લિન આ વખતે કેકેઆર ટીમે રિલીઝ કરી દિધો છે. બાદમાં 19 ડિસેમ્બરે હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 2 કરોડમાં ખરીદ્યો છે.