અનુષ્કા શર્માના ‘ભાઈ’એ વિરાટ કોહલી નહીં પણ આ ખેલાડીના પેટ ભરીને વખાણ કર્યા
તેણે ધોનીના વખાણ કરતા એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘IPLમાં આનાથી જબરદસ્ત દિવસ હોઈ શકે નહીં, RCB પર CSKની શાનદાર જીત. ધોનીએ લીડ કરીને મેચ જીતાડી.’ નકુલના આ રિએક્શનને જોઈને સમજી શકાય છે કે, મેચના હીરો ધોનીની ફેન ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે લખ્યું હતું કે, ‘હું અનુષ્કાનો ભાઈ છું છતા તેણે મને લગ્નમાં ઈન્વાઈટ કર્યો નથી.’ આ ઘટના બાદ નકુલ ખૂબ જ પોપ્યુલર થઈ ગયો. બુધવારે તે RCB અને CSKની મેચ જોવા આવ્યો હતો અને ખૂબ એન્જોય કર્યું હતું.
જણાવી દઈએ કે, ગત વર્ષે અનુષ્કા-વિરાટના લગ્ન વખતે સોશિયલ મીડિયા યૂઝર્સે નકુલને અનુષ્કાનો ભાઈ બનાવી દીધો હતો. નકુલે આવી એક પોસ્ટનો સ્ક્રિનશૉટ લઈને પોતાના ઑફિશિયલ ટ્વીટર પર પોસ્ટ કરી વિરાટ-અનુષ્કાને શુભેચ્છાઓ આપી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના તમામ મેચ ખૂબ જ રોમાંચક હોય છે. બુધવારે પણ એક એવો જ મેચ જોવા મળ્યો. આ મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો જે ખૂબ જ ચોંકાવનારું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ રમાયેલ મેચમાં જીતના હીરો સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહ્યા. આ મેચ જોવા માટે ટીવી સ્ટાર નકુલ મેહતા પણ આવ્યો હતો જેને ફેન્સ RCBના કેપ્ટન વિરાટની વાઈફ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના ‘ભાઈ’ તરીકે ઓળખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -