જસપ્રિત બુમરાહ: 44 મેચ, 52 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ: 36 મેચ, 52 વિકેટ
રવિચંદ્રન અશ્વિન: 46 મેચ, 52 વિકેટ
ભુવનેશ્વર કુમાર: 43 મેચ, 41 વિકેટ
કુલદીપ યાદવ: 21 મેચ, 39 વિકેટ
બુમરાહ લાંબા સમય પછી ઈજામાંથી બહાર આવ્યો છે. ઈજામાંથી બહાર આવ્યા બાદ ઇન્દોરમાં રમાયેલી બીજી ટી -20 મેચમાં બુમરાહે પ્રથમ મેચ રમી હતી. તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. તેણે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
શુક્રવારે પુણેમાં ત્રીજી અને છેલ્લી ટી -20 મેચ શ્રીલંકા વિરૂદ્ધ રમાશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદ અને ભીની પીચને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે એકતરફી વિજય મેળવ્યો હતો અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી રમાશે.