પાંચમી ટેસ્ટ શરૂ થતાંજ કેપ્ટન વિરાટ કોહલીના નામે નોંધાયો આ વિચિત્ર રેકોર્ડ
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની અંતીમ મેચમાં ટોસ હારતાની સાથે જ વિરાટ કોહલીના નામ એક શર્મજનક રેકોર્ડ નોંધાયો છે. વિરાટ કોહલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની તમામ મેચોમાં ટૉસ હારનારો ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. જ્યારે જો રૂટ તમામ મેચોમાં ટૉસ જીતવામાં સફળ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંસૂર અલી ખાન પટૌડી ભારતના એકમાત્ર કેપ્ટન છે, જેમણે સીરઝની તમામ પાંચ મેચોમાં ટોસ જીત્યો હતો. તેઓ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1963-64માં તમામ મેચમાં ટોસ જીતવા સફળ રહ્યા હતા.
કોહલીએ આ સીરીઝની તમામ મેચોમાં ટોસ હાર્યા છે. તેના પહેલા લાલા અમરનાથ( વેસ્ટઇન્ડિઝ સામે 1948-49) અને કપિલ દેવ ( વેસ્ટઇન્ડિઝ સામે 1982-83)માં પાંચ મેચોની સીરીઝની તમામ મેચોમાં ટોસ હારી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -