ઓસ્ટ્રેલિયામાં ચાલ્યો યજુવેંદ્ર ચહલનો જાદુ, શાસ્ત્રીનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો વિગતે
બાદમાં સકલૈન મુશ્તાકે 1996માં રમાયેલી વન ડે મેચમાં એડિલેડ મેદાનમાં 29 રન આપી 5 વિકેટ ઝડપી હતી. ચહલની આ પહેલાનું શ્રેષ્ઠ પ્રદર્શન દક્ષિણ આફ્રીકાના સેંચુરિયનમાં 22 રન આપી 5 વિકેટ હતું. ચહલે ઓસ્ટ્રેલિયમાં કોઈ ભારતીય બોલરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી છે. આ પહેલા અજીત અગરકરે આ મેદાન પર જ 42 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઐતિહાસિક પ્રદર્શન બાદ ચહલ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે એક વન ડે ઈન્ટરનેશનલ મેચમાં 6 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ સ્પિનર બની ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રવિ શાસ્ત્રીના નામે હતું તેમણે 1991માં રમાયેલી વન ડે મેચમાં પર્થ મેદાનમાં 15 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હી: ત્રીજી વનડેમાં ચહલે 6 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. પ્રથમ બે વનડેમાં ટીમની બહાર રહેલા ચહલને તક મળતા તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ નિર્ણાયક મેચમાં યજુવેંદ્ર ચહલની ફિરકીએ ઓસ્ટ્રેલિયાને 48.4 ઓવરમાં 230 રન પર ઓલઆઉટ કર્યું હતું. ચહલે પોતાના વન ડે કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 42 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -