INDvSA: ચેતેશ્વર પુજારાના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, ફેન્સે આ રીતે લીધી મજા...
પુજારાએ 54 બોલમાં સિંગલ રન લઈને પોતાનું ખાતું ખોલ્યું હતું. આ ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ ધીમો સ્કોર છે. જોકે આ મામલામાં પુજારાથી ઉપર પણ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ છે. વર્ષ 1962-63માં ઈંગ્લેન્ડના જોન મર્રેએ ઓસ્ટ્રેલિયા સામે 79 બોલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. તો ભારતીયોમાં વર્ષ 1992-93માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 68 બોલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. પુજારાની આ ધીમી ઈનિંગ પર ક્રિકેટ ફેન્સે પોતાના જ અંદાજમાં મજા લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોહાન્સબર્ગમાં ટીમ ઇન્ડિયા અને દક્ષિણ અફ્રીકાની વચ્ચે રમવામાં આવેલ ત્રીજા ટેસ્ટના પ્રથમ સેશનમાં એક વખત ફરી ભારતીય બેટ્સમેને નિરાશ કર્યા. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય આફ્રિકી બોલર્સ સામે ખોટો સાબિત થયો હતો.
ભારતને પહેલો ઝટકો લોકેશ રાહુલ (0)ના રૂપમાં લાગ્યો. જે બાદ પુજારા અને મુરલી વિજય (8)એ સંઘર્ષ કર્યો હતો. મેજવાન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ દ્વારા કરાયેલા બોલિંગમાં પરિવર્તનને કારણે વિજય પણ ટકી શક્યો નહોતો.
તેના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 13 રનોમાં જ 2 વિકેટ ગુમાવી દીધી. ભારતને તે સમયે સંભાળીને રમવાની જરૂર હતી. એવામાં ચેતેશ્વર પુજારાનો સાથે આપવા કોહલી મેદાન પર ઉતર્યો અને ધીમી ગતિએ રન બનાવવાની શરૂઆત કરી. કોહલીએ 40 બોલમાં 17 રન બનાવી ચૂક્યો હતો જ્યારે ચૂજારા વધારે જ સંભાળીને રમી રહ્યો હતો. આવા જ પ્રયાસમાં તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -